Surendranagar News/ સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા સકંજો કસાયો

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી ભુસ્તર વિભાગના નિરવ બારોટ સાથે બેઠક યોજી

Gujarat Others

@સચિન પીઠવા 

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા સકન્જો કસવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી ભુસ્તર વિભાગના નિરવ બારોટ સાથે બેઠક યોજી હતી. જ્યારે ભુસ્તર અધિકારીએ રજા કેન્સલ કરવાની સાથે ચાર જિલ્લાની ટીમોને બોલાવીને  ખાડા બુરવાની કામગીરી મોટા કાફલા સાથે શરૂ કરતા ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

જેમાં ગઈ કાલે ભુસ્તર વિભાગની ટીમોને મારીને ભગાડવામાં જિલ્લા પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવાથી તંત્ર દ્વારા એસઆરપી પોલીસ બંદોબસ્ત સાથે ટીમો તૈયાર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભૂ માફિયાઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જડબા તોડ જવાબ આપવા પોતાની ટીમો રચીને સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને મુળી વિસ્તારમાં ખનીજના ખાડા બુરવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે.

ગઈ કાલે ખાડા બુરનારી ટીમો પર માફિયા ગેંગે પથ્થરમારો કરીને કામગીરી રોકી હતી. ત્યારે પોલિસની હાજરીમાં બનેલા આ ગોઝારા બનાવથી આજે સ્થાનિક પોલિસને તંત્રએ અળગી રાખી એસઆરપી પોલીસ ટીમોને સાથે રાખી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભુસ્તર અધિકારીએ રજા કેન્સલ કરવાની સાથે ચાર જિલ્લાની ટીમોને બોલાવીને  ખાડા બુરવાની કામગીરી મોટા કાફલા સાથે શરૂ કરતા ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: