શેલામાં રહેતા બોપલના વેપારીની કારનો કાચ તોડીને બે શખ્સો કારમાંથી રૂ.7.50 લાખ રોકડા ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા. આ અંગે વેપારીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત મુજબ શેલામાં વર્નીશ સ્કાય સિટીમાં રહેતા સંજય એમ.ગુપ્તા(54) ઓઢવમાં લોખંડના રેડીંગનો વ્યવસાય કરે છે. 26 ઓગસ્ટના રોજ સંજયભાઈ તેમની ફોર્ડ એન્ડેવર કારમાં ઓફિસેથી કામ પતાવીને નીકળ્યા હતા. બોપલમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક આંગડિયા ઓફિસમાં આવેલા રૂ.10 લાખ લઈને તેમણે તેમની કારની સીટ નીચે થેલામાં મુક્યા હતા. બાદમાં તે ઘરે જવા નીકળ્યા હતા અને રસ્તામાં સ્કાયસિટી આર્કેડ સિટીમાં બેકરીનો સામાન લેવા રોકાયા હતા. બેકરી પાસે કાર પાર્ક કરી તે સામાન લેવા ગયા હતા.
દરમિયાન અચાનક કારમાંથી એલાર્મનો અવાજ આવતા સંજયભાઈ કાર તરફ દોડ્યા હતા. તેમણે જોયું તો બે શખ્સો કાર પાસેથી ભાગી રહ્યા હતા. તેમણે કારમા જોયું તો કારનો પાછળનો કાચ તુટેલો હતો. વધુ તપાસ કરતા કારમાં મુકેલો રૃ.10 લાખ ભરેલો થેલો ગુમ હતો. બજીતરફ કારની બાજુમાં નીચે કેટલીક નોટો પડેલી હતી. સંજયભાઈ તપાસ કરતા નીચે રૂ.2.5 લાખની નોટો હતી. આમ આરોપીઓ 7.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા.
આ પણ વાંચો:સરકારના સ્માર્ટ સ્કૂલોના દાવા પોકળ, હારીજમાં શિક્ષણ થયું પાણીમાં ગરકાવ
આ પણ વાંચો:દેશની આર્થિક વૃદ્ધિ કેવી રહેશે? નિર્મલા સીતારમણેની આ વાતથી તમારું પણ દિલ થઈ જશ ખુશ
આ પણ વાંચો: સોનાલી ફોગાટના પરિવારનો દાવો – PAએ પ્રોપર્ટીના મામલે તેની હત્યા કરી, દીકરી પણ જોખમમાં
