ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ ભારતીય મહિલા ટીમ હવે વ્હાઈટ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી પણ રમવાની છે. મહિલા પસંદગી સમિતિએ આ બંને શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત કરી છે.
ભારતીય મહિલા ટીમની જાહેરાત:
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે 28 ડિસેમ્બરથી 3 ODI મેચોની શ્રેણી રમાશે. આ પછી 05 જાન્યુઆરીથી T20 શ્રેણી શરૂ થશે. હરમનપ્રીત કૌર બંને શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. જ્યારે સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટનના રોલમાં જોવા મળશે. જણાવી દઈએ કે ODI સીરીઝની તમામ મેચો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ, ટી20 શ્રેણીની મેચો નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ODI ટીમ:
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, શ્રેયંકા પાટીલ, મન્નત કશ્યપ, સેકા ઇશાક,સાયકા સિંઘ ઠાકુર, તિતાસ સાધુ , પૂજા વસ્ત્રાકર , સ્નેહ રાણા , હરલીન દેઓલ
ભારતીય T20 ટીમ:
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, શ્રેયંકા પાટીલ, મન્નત કશ્યપ, સેકા ઇશાક,સાયકા સિંઘ ઠાકુર, તિતાસ સાધુ , પૂજા વસ્ત્રાકર , કનિકા આહુજા , મિનુ મણિ
ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીનું સમયપત્રક-
- 1લી ODI – 28 ડિસેમ્બર – વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
- બીજી ODI – 30 ડિસેમ્બર – વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
- ત્રીજી ODI – 02 જાન્યુઆરી – વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
- 1લી T20- 05 જાન્યુઆરી- DY પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈ
- બીજી T20- 07 જાન્યુઆરી- DY પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈ
- ત્રીજી T20- 05 જાન્યુઆરી- DY પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈ
આ પણ વાંચો:ક્રિસમસના દિવસે ઈઝરાયેલે ગાઝા શરણાર્થી શિબિર પર કર્યો હવાઈ હુમલો, 70 લોકોના મોત
