@નિકુંજ પટેલ
સુરતની એક મહિલા પર બળાત્કારના આરોપમાં પોલીસે હરિયાણાના 36 વર્ષીય શખ્સ અમિત મહેતા સામે ગુનો નોંધ્યો છે. આરોપી અને મહિલા મેટ્રામોનિયલ વેબસાઈટ જીવનસાથી ડોટ.કોમના માધ્યમથી એકબીજાને મળ્યા હતા.
આરોપી અમિત મહેતા બેન્ક કર્મચારી છે અને તેણે પોતે પરિણીત હોવાનું તથા બાળકો હોવાનું મહિલા સમક્ષ છુપાવ્યું હતું. આ સંદર્ભે અઠવાલાઈન પોલીસે મહેતા સામે આઈપીસીની કલમ 376,376(2)(એન)495,504,506(2) હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ પિડીત મહિલા વિવિધ સૌદર્ય પ્રસાધનોનો વ્યવસાય કરે છે. તેના છુટાછેડા થયા હોવાથી તે લગ્ન કરવા માંગતી હતી અને યુવકની શોધ કરી રહી હતી. મે 2023મા તે આરોપી મહેતાને વેબસાઈટ મારફતે મળી હતી. જેમાં મહેતાએ તે બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતો હોવાનું મહિલાને જણાવ્યું હતું.
થોડી ઓળખાણ થયા બાદ મહિલાએ પોતે છુટાછેડા લીધા હોવાનું અને લગ્ન માટે યુવકની શોધમાં હોવાનું કહ્યું હતું. બીજીતરફ મહેતાએ મહિલાને કહ્યું હતું કે તેની સગાઈ નક્કી થઈ હતી પરંતુ બાદમાં સગાઈ તુટી ગઈ હતી. મહેતાએ પણ તે લગ્ન માટે યુવતીની શોધણાં હોવાનું તતા તેને છુટાછેડાથી કોઈ વાંદો ન હોવાનું કહ્યું હતું. લાંબો સમય બાદ ફોન પર ચેટ કર્યા બાદ અંતે તેમણે મળવાનું નક્કી કર્યું હતું. મહેતાએ મહિલાને વડોદરામાં મળવાનું સુચન કર્યું હતું. બાદમાં તેઓ એકબીજાને મળ્યા હતા અને તેમની વચ્ચે સારીરિક સંબંધ બંધાયા હતા.
થોડા દિવસ બાદ મહેતાએ મહિલાને ફોન કરીને ગાંધીનગર બોલાવી હતી અને તેની બદલી ગાંધીનગર થઈ હોવાનું કહ્યું હતું. આથી મહિલા ગાંધીનગર ગઈ હતી અને ત્યાં પણ તેમની વચ્ચે ફરીથી શારીરિક સંબંધ બંધાયા હતા.
થોડા દિવસ ગાંધીનગરમાં મળ્યા બાદ મહેતાએ મહિલાને કહ્યું હતું કે તેની બદલી દિલ્હી થઈ છે. બાદમાં આરોપીએ મહિલાને ફોન કરવાનું બેધ કરી દીધું હતું. આથી મહિલાને કંઈક ખોટુ થયું હોવાની શંકા જતા તે તપાસ કરવા દિલ્હી ગઈ હતી. જોકે તેને જાણવા મળ્યું હતું કે મહ્તા હરિયામામાં ચરખી દાદરી શહેરના વોર્ડ નંબર 8માં રહે છે. મહિલા હરિયાણા ગઈ હતી અને તપાસ કરતા મહેતા પરિણીત હોવાનું અને તેના પરિવાર સાથે રહેતો હોવાનું જણાયું હતું.અંતે મહિલાએ સુરતમાં અઠવાલાઈન પોલીસ સ્ટેશનમાં મહેતા સામે ગુનો નોંધાવતા પોલીસે વદુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
