Gujrat/ હવામાન વિભાગની આગાહી આગામી સમયમાં ચક્રવાત, હિમવર્ષા અને માવઠાંની સંભાવના

ગુજરાતમાં આગામી સમયમાં કાતિલ ઠંડી સાથે ચક્રવાત અને માવઠાંની હવામાન વિભાગે આગાહી કરી. દેશના ઉત્તરીયભાગમાં હિમવર્ષના કારણે ગુજરાત તરફ ઠંડા પવનોનું જોર વધશે.

Top Stories Gujarat

ગુજરાતમાં આગામી સમયમાં કાતિલ ઠંડી સાથે ચક્રવાત અને માવઠાંની હવામાન વિભાગે આગાહી કરી. દેશના ઉત્તરીયભાગમાં હિમવર્ષના કારણે ગુજરાત તરફ ઠંડા પવનોનું જોર વધશે. જયારે સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ચક્રવાત પણ જોવા મળી શકે. આગામી સમયમાં હિમવર્ષા અને અરબી સાગરના ભેજના કારણે રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે. હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ જાન્યુઆરીના આરંભના દિવસોમાં 7થી 10 તારીખ દરમ્યાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી માવઠું થવાની સંભાવના છે.

રાજ્યમાં ધીરે-ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના સાપુતારા અને પાવાગઢ જેવા કેટલાક સ્થાનમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું. કેટલાક વિસ્તારોમાં તાપમાન 13 ડિગ્રી કરતા પણ નીચે નોંધાયુ છે. તો સૌથી નીચા તાપમાન 8.2 સાથે નલિયા વધુ ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે ભુજ અને ડીસામાં સરેરાશ 11 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં મોટાભાગના સ્થાનો પર સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝીબલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અકસ્માત ટાળવા ચાલકો હેડલાઈટ ચાલુ રાખી ધીરે-ધીરે આગળ વધી રહ્યા છે.

અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે અરબી સમુદ્રમાં મોટા બદલાવ થઈ રહ્યા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. IMDની જાણકારી મુજબ જાન્યુઆરીમાં તારીખ 7 અને 10ના સમયગાળા દરમ્યાન ચક્રવાત જોવા મળી શકે. તંત્ર દ્વારા આ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ચક્રવાતને લઈને સ્થિતિ ગંભીર દેખાતા તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બિપરજોય અને મિંચોગ જેવા વાવાઝોડાના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા નુકસાનીનો સામનો કરવો પડે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કચ્છ અને મધ્યગુજરાતમાં જોરદાર ઠંડી પડી શકે છે. સાથે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે. IMD ની આગાહી મુજબ આગામી સમયમાં મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. ગુજરાતમાં 5 ડિસેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો પ્રકોપ વધશે.