Surat-Dentist Suicide/ સુરતમાં બીજા બાળકને જન્મ આપનારી ડેન્ટિસ્ટે દસમા માળથી કૂદકો લગાવી આત્મહત્યા કરી

સુરતમાં મહિલા ડેન્ટિસ્ટે આત્મહત્યા કરી છે. આશ્ચર્યની વાત તો એ હતી કે હજી તો તેણે પખવાડિયા પહેલા જ બીજા બાળકને જન્મ આપ્યો હતો.

Top Stories Gujarat Surat

સુરત: સુરતમાં મહિલા ડેન્ટિસ્ટે આત્મહત્યા કરી છે. આશ્ચર્યની વાત તો એ હતી કે હજી તો તેણે પખવાડિયા પહેલા જ બીજા બાળકને જન્મ આપ્યો હતો. તેમણે પ્રસૂતિ પછીના તનાવના લીધે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. શહેરમાં 31 વર્ષીય મહિલાએ મંગળવારે સવારે શહેરના અલથાણ વિસ્તારમાં તેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 10મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. મૃતકની ઓળખ મુગ્ધા મોહિત ડાગા તરીકે કરવામાં આવી છે. તેઓ તેમના પતિ અને બે બાળકો – પાંચ વર્ષની પુત્રી અને 15 દિવસના પુત્રને વિલાપ કરતાં છોડી ગયા છે.

ડાગાએ અલથાણમાં શ્રી શ્યામ રેસીડેન્સીમાં તેના ફ્લેટના 10મા માળની બાલ્કનીમાંથી કૂદી પડયો હતો. ડાગા વ્યવસાયે ડેન્ટિસ્ટ અને રાજસ્થાનના જયપુરમાં ક્લિનિક ધરાવતી હતી.  ડાગાએ તાજેતરમાં જ જયપુરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. તે થોડા દિવસ પહેલા સુરતમાં તેના માતાપિતાના ઘરે આરામ કરવા આવી હતી.

મંગળવારે સવારે તેણે તેના 10મા માળના મકાનની બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તેઓએ ડાગાના માતા-પિતા અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ડાગા પોસ્ટપાર્ટમ ડિપ્રેશનથી (પ્રસૂતિ પછીના તનાવ) પીડિત હતા. જોકે, વિગતવાર પૂછપરછમાં તેના આત્યંતિક પગલા પાછળનું સાચું કારણ બહાર આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ