Ayodhya Aastha Special Trains/ રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન 

અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલાનો અભિષેક થયો ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આસ્થા ટ્રેનોના સંચાલનની શરૂઆતની તારીખો અયોધ્યા સુધી લંબાવી છે.

Top Stories India
રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન 

અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની સ્થાપના થઈ ત્યારથી રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનોના સંચાલનની શરૂઆતની તારીખો લંબાવી છે.

રેલ્વે મંત્રાલયે માહિતી આપી:

રેલ્વે મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે નવા પ્રસ્તાવ હેઠળ, આસ્થા ટ્રેનો 1 ફેબ્રુઆરી, 2024 થી દોડવાની છે. પહેલા બે દિવસમાં લગભગ 5 લાખ લોકોએ રામ મંદિરના દર્શન કર્યા છે. આ ટ્રેન માત્ર સ્લીપર કોચ ટ્રેન હશે, તમામ કોચ નોન એસી અને સ્લીપર હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટિકિટના ભાવમાં શાકાહારી ભોજન, ધાબળા અને તકિયા આપવામાં આવશે.

હરિદ્વાર-અયોધ્યા, પુરી-અયોધ્યા જેવા ધાર્મિક સ્થળોથી શરૂ થશે. નીચે યાદી જુઓ-

દક્ષિણ ભારતના સ્ટેશન 

કોઈમ્બતુર
પલ્લક્કડ
મદુરાઈ
કન્યાકુમારી
સલેમ

મધ્ય પ્રદેશજૂની દિલ્હી રેલવે સ્ટેશનના તમામ મુખ્ય સ્ટેશનો પરથી આસ્થા વિશેષ દોડશે
ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર
બીના-અયોધ્યા
ભોપાલ-અયોધ્યા
જબલપુર-અયોધ્યા

દિલ્હીના તમામ મુખ્ય સ્ટેશનો પરથી આસ્થા સ્પેશ્યલ દોડશે

નવી દિલ્હી
આનંદ વિહાર
નિઝામુદ્દીન
જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન

મહારાષ્ટ્રના સ્ટેશન 
મુંબઈ-અયોધ્યા
નાગપુર-અયોધ્યા
પુણે-અયોધ્યા
વર્ધા-અયોધ્યા
જાલના-અયોધ્યા

તેલંગાણાના સ્ટેશન 
સિકંદરાબાદ
કાંજીપેઠ
હૈદરાબાદ

ઉત્તર પૂર્વથી 

5 રૂટ- આસામ/ગુવાહાટી

ગોવા
1 ટ્રેન

ગુજરાતના સ્ટેશન 
ઉધના-અયોધ્યા-ઉધના
મહેસાણા – સલારપુર – મહેસાણા
વાપી-અયોધ્યા-વાપી
વડોદરા-અયોધ્યા-વડોદરા
પાલનપુર- સલારપુર – પાલનપુર
વલસાડ-અયોધ્યા-વલસાડ
સાબરમતી – સલારપુર – સાબરમતી