CAA are now/ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો દાવો 7 દિવસની અંદર સમગ્ર દેશમાં લાગુ થશે CAA, પશ્ચિમ બંગાળમાં હતો મોટા પાયે વિરોધ

કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું છે કે  આગામી એક સપ્તાહમાં સમગ્ર દેશમાં નાગરિક સુધારો કાયદો (CAA) લાગુ કરવામાં આવશે. આ દાવા બાદ CAAનો મુદ્દો દેશમાં ફરી એકવાર ગરમ થઈ શકે છે.

Top Stories India

દેશમાં ચાલી રહેલ રાજકીય ઉથલ-પાથલ બાદ વધુ એક મામલાને લઈને વિવાદ ઉદભવી શકે છે.  કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું છે કે  આગામી એક સપ્તાહમાં સમગ્ર દેશમાં નાગરિક સુધારો કાયદો (CAA) લાગુ કરવામાં આવશે. આ દાવા બાદ CAAનો મુદ્દો દેશમાં ફરી એકવાર ગરમ થઈ શકે છે. શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળમાં એક જાહેર સભા દરમિયાન આ વાતો કહી હતી. કેન્દ્રીય મંત્રીએ જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે હું ગેરન્ટી આપી રહ્યો છું કે માત્ર બંગાળ નહી પરંતુ સમગ્ર દેશમાં  CAA લાગુ કરવામાં આવશે. 2019માં જ્યારે CAA પસાર કરવામાં આવ્યો હતો ત્યારે દેશભરમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં વધુ વિરોધ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળે દેશના નાગરિક સુધારા બીલ (CAA)ને ગરીબ વિરોધી અને મુસ્લિમ વિરોધ કાયદો ગણાવતા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

CAA: सात दिनों में देश में लागू हो जाएगा सीएए, बंगाल में केंद्रीय मंत्री ने किया बड़ा दावा

ગૃહમંત્રી અમિત શાહ ‘CAA દેશનો કાયદો છે’

ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે CAAને ‘દેશનો કાયદો’ ગણાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તેને અમલમાં મૂકતા કોઈ રોકી શકશે નહીં. અમિત શાહે કહ્યું હતું કે, “ક્યારેક લોકો CAAને લઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે કે દેશમાં તે લાગુ થશે કે નહીં. આના પર હું સ્પષ્ટ કરવા માંગુ છું કે CAA દેશનો કાયદો છે અને તેને લાગુ થવાથી કોઈ રોકી શકે નહીં.” કરી શકે છે. આ અમારી પાર્ટીની પ્રતિબદ્ધતા છે.

Citizenship Amendment Act; Central Government To Implement CAA Rules In January 2024 | આ મહિનાથી CAA લાગુ થવાની શક્યતા: 26 જાન્યુઆરી પહેલાં નિર્ણય લેવાશે; પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ...

મમતા બેનરજીનો વિરોધ

ગૃહમંત્રીના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ લોકોને વિભાજિત કરવા માંગે છે. વર્ષ 2020માં પણ બંગાળે આ સુધારા વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. મમતા બેનર્જીએ ઔપચારિક રીતે જાહેરાત કરી હતી કે તેઓ તેમના રાજ્યમાં CAA, NPR અને NRCના અમલને મંજૂરી નહીં આપે. તેમણે કહ્યું, “પહેલાં, નાગરિકતા કાર્ડ જિલ્લા મેજિસ્ટ્રેટની જવાબદારી હતી, પરંતુ હવે તે માત્ર રાજકારણ માટે છીનવાઈ ગયું છે. તેઓ લોકોને વિભાજિત કરવા માંગે છે. તેઓ તેને (નાગરિકતા) કેટલાકને આપવા માંગે છે અને અન્યને નકારવા માંગે છે. જો એક (સમુદાય)ને નાગરિકતા મળી રહી છે તો બીજા (સમુદાય)ને પણ તે મળવી જોઈએ. આ ભેદભાવ ખોટો છે.” .”

આ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે હું ગેરંટી આપું છું કે 7 દિવસમાં CAA દેશમાં લાગુ થઈ જશે - મુંબઈ સમાચાર

સમગ્ર દેશમાં લાગુ થશે

ઉલ્લેખનીય છે કે  CAA ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. CAAનો ઉદ્દેશ્ય પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા છ બિન-મુસ્લિમ સમુદાયો – હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ઝડપી નાગરિકતા આપવાનો છે. CAA ને લાગુ કરવાના નિયમો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જો કે હવે મંત્રી શાંતનુ ઠાકુરનું કહેવું છે કે CAA 7 દિવસમાં  સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન