Not Set/ કોંગ્રેસના બેચરાજીના ઉમેદવારનો ભારે વિરોધ,નારાજ સ્થાનિક કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ માથે લીધીકોંગ્રેસના બેચરાજીના ઉમેદવારનો ભારે વિરોધ,નારાજ સ્થાનિક કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ માથે લીધી

અમદાવાદ કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર થયા પછી થઇ રહેલો વિરોધ ચાલુ રહ્યો હતો.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે બુધવારે બપોરે વિશાળ સંખ્યામાં ઉત્તર ગુજરાતથી કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ ભવનની બહાર એકસાથે મહેસાણા સહિતના ત્રણ તાલુકાના કાર્યકરોએ હોબાળો મચાવતા પ્રદેશ કાર્યાલયમાં દોડધામ મચી હતી. બુધવારે બપોરે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલત […]

Top Stories

અમદાવાદ

કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર થયા પછી થઇ રહેલો વિરોધ ચાલુ રહ્યો હતો.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે બુધવારે બપોરે વિશાળ સંખ્યામાં ઉત્તર ગુજરાતથી કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ ભવનની બહાર એકસાથે મહેસાણા સહિતના ત્રણ તાલુકાના કાર્યકરોએ હોબાળો મચાવતા પ્રદેશ કાર્યાલયમાં દોડધામ મચી હતી. બુધવારે બપોરે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલત ખાતે કેન્દ્રીય નેતા સચિન પાયલોટ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા તે સમયે મહેસાણા અને બેચરાજીના કોંગ્રેસી કાર્યકરો અલ્પેશ ઠાકોર અને ભરત ઠાકોરનો વિરોધ કરવા પહોંચ્યા હતા. બહેચરાજી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ભરત ઠાકોરને જાહેર કર્યા છે અને તેમની સામે સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોએ તથા કોંગ્રેસ સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે.

ભરત ઠાકોરની ઉમેદવારી કરી રહેલાં સ્થાનિક કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ પર એટલો સુત્રોચ્ચાર કર્યો હતો કે એક તબક્કે તો પોલિસનો કાફલો ખડગી દેવામાં આવ્યો હતો.

બેચરાજી સીટના ઉમેદવાર ભરત ઠાકોર વિધાનસભાની 2012ની ચૂંટણીમાં ભાજપના એજન્ટ હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસી આગેવાનોએ કર્યો હતો. કોંગ્રેસ ભવન બહાર સૂત્રોચ્ચાર કરી રહેલાઓએ આ સીટ ભાજપને આપી દેવાનો તખ્તો અલ્પેશ ઠાકોર દ્વારા ઘડવામાં આવ્યો છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. અલ્પેશ ઠાકોર અને ભરત ઠાકોરને હટાવવા માટેના સૂત્રોચ્ચાર સાથે ઉત્તર ગુજરાતના આ નારાજ કાર્યકરો કોંગ્રેસ ભવનની બહાર એક સમયે ધરણાં પર પણ બેસી ગયા હતા. તેમણે કેન્દ્રીય નેતા સચિન પાયલોટને પણ મળીને વિરોધ રજૂ કરવા માગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના મહામંત્રી સચીન પાયલોટ આજે અમદાવાદમાં હતા અને તેમણે મીડીયાને સંબોધન કર્યું હતું.