IND vs ENG Test Series 2024/ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ : સ્ટાર ક્રિકેટરોના સ્થાને કોને મળશે સ્થાન, BCCIએ આપ્યા સંકેત, સરફરાઝ કે રજત પાટીદાર?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘર આંગણે ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને હાર મળી હતી. ત્યારે સરફરાઝ કે રજત પાટીદાર બંનેમાંથી કયા ખેલાડીને ટીમમાં સ્થાન આપવું તેને લઈને પસંદગીકારો માટે મોટી સમસ્યા સર્જાઈ છે.

Top Stories Sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘર આંગણે ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને હાર મળી હતી. હવે હૈદરાબાદમાં સીરીઝને બીજી મેચ આવતીકાલે 2 ફેબ્રુઆરીએ શરૂ થશે. આ મેચમાં સ્ટાર ક્રિકેટરો ઇજા અથવા અંગતકારણોસર મેચમાં નથી. ત્યારે સરફરાઝ કે રજત પાટીદાર બંનેમાંથી કયા ખેલાડીને ટીમમાં સ્થાન આપવું તેને લઈને પસંદગીકારો માટે મોટી સમસ્યા સર્જાઈ છે. જો કે હાલમાં BCCIએ પોતાની સત્તાવાર વેબસાઈટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં રજત પાટીદારની પસંદગી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

IND vs ENG: સરફરાઝ ખાન ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરશે?  કોચ વિક્રમ રાઠોડનો આ જવાબ તમને ચોંકાવી દેશે

કોને મળશે પ્લેંઇગ ઇલેવનમાં સ્થાન

ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે બુધવારે કહ્યું કે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સરફરાઝ ખાન અને રજત પાટીદાર વચ્ચે પસંદગી કરવી સરળ રહેશે નહીં.  આ બંનેમાંથી કોઈ એક જ ખેલાડીને 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. ભારત હૈદરાબાદમાં ટેસ્ટ સિરીઝમાં શરૂઆતની મેચ હાર્યા બાદ સમાનતા મેળવવાનો પ્રયાસ કરશે. ભારત પ્રથમ મેચ બાદ ઈજાની ચિંતાનો પણ સામનો કરી રહ્યું છે, કારણ કે વિરાટ કોહલી શરૂઆતની બે મેચ નથી રમવાના અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને લોકેશ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ રમી શકશે નહીં. બીજી ટેસ્ટ મેચ માટે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ પસંદગીકારોએ અનકેપ્ડ સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સમાવેશ કરવાની ફરજ પડી હતી.

બીસીસીઆઈ શેર કર્યો વીડિયો

https://twitter.com/BCCI/status/1752905177315897532?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1752905177315897532%7Ctwgr%5Eff4b1319638c92216c9e2df17514a850794cef8b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news18.com%2Fcricket%2Frajat-patidar-to-debut-shares-emotions-with-bcci-india-vs-england-2nd-test-watch-video-8033078.html

રજત પાટીદારે કહ્યું, ‘હું રાહુલ (દ્રવિડ) સર પાસેથી ઘણું શીખી રહ્યો છું. હું એક-બે શ્રેણી પહેલા પણ સાથે હતો, ત્યારે પણ અમે વાત કરતા હતા. તેથી બધું સામાન્ય હતું. પરંતુ જ્યારે આપણે પ્રેક્ટીસ કરીએ છીએ, ત્યારે તાલીમને લઈને વાતો થાય છે. તેઓ પોતાની વસ્તુઓ શેર કરતા હોવાથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. રજત પાટીદાર પણ કહે છે કે ઘણી બધી તૈયારી વિરોધીની બોલિંગ પર નિર્ભર છે. બસ રોહિત ભાઈ સાથે હજુ પૂર્ણ રીતે વાત થઈ શકતી નથી. જો કે રોહિત ભૈયા અમારી ટીમમાં છે તે ઘણું સારું છે તેમને જોઈને પણ ઘણું કામ સરળ થઈ જાય છે. અને તમને તૈયારી કેવી રીતે કરવી તેનો ખ્યાલ આવે છે.

India vs England: भारत के खिलाफ 5 मैचों की टेस्ट सीरीज खेलने आएगी इंग्लैंड  की टीम, जानिए शेड्यूल से लेकर लाइव स्ट्रीमिंग तक की पूरी जानकारी

રજત પાટીદાર પ્રથમ મેચથી જ ટીમની સાથે છે. રજત પાટીદાર વિરાટ કોહલીના સ્થાને ટીમમાં આવ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલની ઈજા બાદ મુંબઈના સરફરાઝ ખાનને બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં બોલાવવામાં આવ્યો છે. જો હવે વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટમાં ટીમમાં વાપસી કરે તો સરફરાઝ અને રજત પાટીદાર બંનેમાંથી કોઈ એક ખેલાડીને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મળશે. જેને લઈને ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે આ બંને ખેલાડીઓમાંથી કોઈ એકની પસંદગી કરવી સરળ નથી.

કોચ વિક્રમ રાઠોડ

કોચ વિક્રમ રાઠોડે ખેલાડીઓની બેટિંગને લઈને ઉઠતા સવાલો પર વાત કરતાં કહ્યું કે 2012 થી ઘરની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં ભારતના બેસ્ટમેન સારું પરફોર્મન્સ આપી રહ્યા છે. કેટલીક મેચોમાં નિષ્ફળતા મળી છે પરંતુ ભારત ઘરઆંગણે ઘણી શ્રેણી જીતી રહ્યું છે. અમે 12-13 વર્ષથી ઘરની ધરતી પર કોઈ શ્રેણી ગુમાવી નથી. આનો અર્થ એ છે કે અમારી ટીમે અન્ય ટીમો કરતા વધુ રન બનાવ્યા છે. જો કે બેટસમેનો માટે રન બનાવવાને લઈને પડકાર રહ્યા છે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ પણ આવી છે, પરંતુ મને ખાતરી છે કે બેટ્સમેનો રસ્તો શોધી લેશે.

IND vs ENG: સરફરાઝ ખાન ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરશે?  કોચ વિક્રમ રાઠોડનો આ જવાબ તમને ચોંકાવી દેશે

રાઠોડે કહ્યું કે આ સ્તરે ખેલાડીઓએ માત્ર પરિસ્થિતિ પ્રમાણે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ‘એકવાર તમે આ સ્તરે પહોંચ્યા પછી મને નથી લાગતું કે તમારે વધારે કોચિંગની જરૂર છે. તે પરિસ્થિતિઓને વાંચવા અને વધુ સારા નિર્ણયો લેવા વિશે છે. જ્યાં સુધી તેઓ પ્રદર્શન કરી રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં સુધી તેમને વધારે કોચિંગ લેવાની જરૂર નથી. ક્રિકેટર  સરફરાઝના સાતત્યની પ્રશંસા થઈ રહી છે. આ 26 વર્ષીય ખેલાડીએ 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 69.85ની એવરેજ અને 70.48ના સ્ટ્રાઈક રેટથી 3912 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 11 અર્ધસદી સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: