aahmedabad/ અમદાવાદ: બાવળા-બગોદરા રોડ પર ગુટખાના થેલામાંથી નવજાત બાળકનો મળ્યો મૃતદેહ

અમદાવાદમાં બાવળા-બગોદરા રોડના ડિવાઈડર પર ગુટખાના થેલામાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો. નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો. નવજાત બાળકનો મૃતદેહ ભાયલા મોગલધામ નજીક રોડ પરથી મળ્યો હતો. જ્યાં બાવળા-બગોદરા રોડના ડિવાઈડર પર ગુટખાના થેલામાં નવજાત બાળક વીંટળાયેલ હતો. નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી.

રાજ્યમાં આજકાલ નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને બાળકીઓને આજે પણ જન્મ થતા દૂધ પીતી કરવામાં આવે છે. નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનામાં મોટાભાગે અનૈતિક સંબંધો જવાબદાર માનવામાં આવે છે. અથવા તો કેટલાક કિસ્સામાં દુષ્કર્મ કરાતા અનિચ્છનીય ગર્ભ રહેતા પરિણામે બાળકને ત્યજી દેવામાં આવે છે.

અમદાવાદમાં બાવળા-બગોદરા રોડ પર આપણું હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી. એકબાજુ લોકો જ્યારે ઠંડીમાં થર-થર ધ્રુજતા હોવાના કારણે રાત્રે રસ્તા સૂમસામ જોવા મળે છે. ત્યારે બાવળા-બગોદરા હાઈવેના ડિવાઈડર પર ગુટખાની થેલી જોવા મળી. લાંબા સમય સુધી ગુટખાની થેલી ત્યાં પડી રહેતા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડિવાઈડર પરથી થેલી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે ધ્યાનમાં આવ્યું કે ગુટખાની થેલીની અંદર કોઈ નવજાત શિશુ છે. સ્થાનિકોએ નવજાત શિશુને બહાર કાઢ્યું પરંતુ તે મૃત હોવાનું માલૂમ પડ્યું. ગુટખાની થેલી સાથે ધાબળો અને ઓશિકા પણ મળી આવ્યા હતા. નવજાત શિશુના મૃતદેહને બાવળા આરોગ્ય કેન્દ્ર બાળક લઈ જવામાં આવ્યુ. દરમ્યાન પોલીસને આ ઘટનાની જાણ થતા વધુ તપાસ હાથ ધરી છે.

કહેવાય છે કે બાળકોમાં ભગવાન હોય છે. લોકો મંદિરોમાં દાન-ધર્મ કરતા હોય છે તો કેટલીક વખત સેવા સંસ્થાઓમાં મોટી રકમના દાન સાથે અનેક વસ્તુઓ પણ ભેટમાં આપે છે. પરંતુ કહેવાતો ભદ્ર સમાજ ભગવાનના સ્વરૂપ એવા નવજાતને તરછોડવામાં જરા પણ શરમ અનુભવતો નથી. અમદાવાદના બગોદરા હાઈવે પરથી મૃત નવજાત બાળક સંભવત તરછોડવામાં આવેલ હોઈ શકે છે. તેને જ્યારે ત્યાં મૂકવામાં આવ્યો હશે ત્યારે તે જીવિત હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. અમદાવાદમાં વિકાસની બાંગો સાથે નવજાતને તરછોડવાની વધતી ઘટનાઓ વિકાસના નામ પર કલંક કહી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :leamon/આ લીંબુની કિંમત સાંભળીને તમે ચોંકી જશો…. જાણો શું છે તેનું મહત્વ

આ પણ વાંચો :Guinness World Records/મહિલાએ પોતાના નામે કર્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, જાણો એવું તો શું કર્યું….

આ પણ વાંચો :હવાઈ હુમલો/અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાક અને સીરિયામાં  કર્યો હુમલો, હવાઈ હુમલામાં 40 લોકોના મોત