દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પાંચ સમન્સ મળ્યા છે, તેમને હવે 6 વર્ષ જૂના કેસમાં પણ ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ સામે જારી કરાયેલા સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. કેજરીવાલ સામે માનહાનિનો કેસ યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયોને રીટ્વીટ કરવા સાથે સંબંધિત છે.
કોર્ટે કહ્યું કે જ્યારે જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ દ્વારા ટ્વીટ અથવા રીટ્વીટ કરવામાં આવે છે, ત્યારે તેની અસર કાનાફૂસી કરતા વધુ હોય છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યું, ‘જ્યારે લાખો લોકો કોઈ સાર્વજનિક વ્યક્તિત્વને અનુસરે છે, ત્યારે જે કંઈપણ રજૂ કરવામાં આવે છે તે લોકો અથવા તેમને અનુસરનારા લોકોના જ્ઞાન માટે હોય છે. લાખો લોકો અનુસરતા વ્યક્તિત્વનો પ્રભાવ પણ પીડિત પર વધારે હશે.
લાઈવ લો રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યું કે, બદનક્ષીભરી સામગ્રીને રીટ્વીટ કરવી એ IPCની કલમ 499 હેઠળ માનહાનિનો ગુનો છે. કોર્ટે મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા સમન્સ અને કેજરીવાલની અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કેજરીવાલે 2019માં અરજી દાખલ કરી હતી. સંયુક્ત બેન્ચે ડિસેમ્બર 2019માં સુનાવણી પર રોક લગાવી દીધી હતી.
કેજરીવાલ સામે માનહાનિની ફરિયાદ ‘આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી’ નામના સોશિયલ મીડિયા પેજના સ્થાપક વિકાસ સાંકૃત્યન દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે રાઠી દ્વારા યુટ્યુબ વિડિયો ‘ભાજપ આઈટી સેલ પાર્ટ II’ વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં ખોટા અને બદનક્ષીભર્યા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે કેજરીવાલે તથ્યોની તપાસ કર્યા વગર જ તેના એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો. ફરિયાદીએ કહ્યું કે આ વીડિયો બદનક્ષીભર્યો છે અને કેજરીવાલના ટ્વીટથી ભારત અને વિદેશમાં તેમની છબીને ઠેસ પહોંચી છે. મેજિસ્ટ્રેટે કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું અને કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ તે માનહાનિકારક છે.
આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..
આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…
આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી
