Not Set/ ૧૪ નવેમ્બરે દાઉદની મિલકતની થશે હરાજી

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર શિકંજો કસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. બ્રિટેન અને દુબઈ સહિતના દેશોમાં દાઉદની સંપત્તિ જપ્ત થયા બાદ હવે ભારતમાં પણ દાઉદની પ્રોપર્ટી પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે. વિદેશ મંત્રાલયે દાઉદની સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. વિદેશ મંત્રાલયે આ માટે જાહેરાત પણ પ્રસિદ્ધ કરી છે. […]

Top Stories

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર શિકંજો કસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. બ્રિટેન અને દુબઈ સહિતના દેશોમાં દાઉદની સંપત્તિ જપ્ત થયા બાદ હવે ભારતમાં પણ દાઉદની પ્રોપર્ટી પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે. વિદેશ મંત્રાલયે દાઉદની સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.

વિદેશ મંત્રાલયે આ માટે જાહેરાત પણ પ્રસિદ્ધ કરી છે. જેમાં સરકારના હસ્તક દાઉદની જે સંપત્તિ છે તેની હરાજી ૧૪ નવેમ્બરે યોજવામાં આવશે. કુલ ૬ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવનાર છે, જેમાં ૩ પ્રોપર્ટી ડી ગેંગ સાથે જોડાયેલી છે. જ્યારે ૩ પ્રોપર્ટી ડી ગેંગના અલગ અલગ લોકો સાથે જોડાયેલી છે. મોટાભાગની પ્રોપર્ટી મુંબઈમાં છે. જ્યારે એક પ્લોટ ઓરંગાબાદમાં છે. આ હરાજીમાં ભાગ લેવા માટે ૧૦ નવેમ્બર સુધી ટેન્ડર ભરી શકાશે. મુંબઈની પ્રોપર્ટીનું ઈન્સપેક્શન ૭ નવેમ્બરના રોજ અને ઔરંગાબાદ પ્રોપર્ટીનું ઈન્સપેક્શન ૩૧ ઓક્ટોબરે થશે.

હરાજી થનાર પ્રોપર્ટી…

પ્રોપર્ટીની જગ્યા………કિંમત

મુંબઈના ભીંડી બજારમાં બિલ્ડિંગ………૧.૨૧ કરોડ

મુંબઈની યાકુબ સ્ટ્રીટમાં બિલ્ડિંગ………૧.૫૫ કરોડ

મુંબઈના ભીંડી બજારમાં હોટલ………૧.૧૮ કરોડ

મુંબઈના પર્લહાર્બરમાં ફ્લેટ………૯૨.૬૯ લાખ

મુંબઈના દાદરીવાલા ચોલમાં પ્રોપર્ટી………૬૫.૯૦ લાખ

ઔરંગાબાદમાં ફેક્ટ્રી પ્લોટ………૧.૦૨ લાખ