શેરબજારમાં બજાર ખુલતા કારોબારના સારા સંકેત મળી રહ્યા છે. બજાર ખુલતા જ આજે ઉછાળા સાથે શરૂઆત થઈ. સવારે 10 વાગ્યે, BSE સેન્સેક્સના 30માંથી 20 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 10 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, NSEના 50 માંથી 33 શેર ઉછાળા સાથે અને 17 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે આઈટી, મીડિયા, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. બેંક અને ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ તેજી છે અને તે 0.80-0.81 ટકા સુધી વધી રહ્યા છે. હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.75 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં આજે ઝડપી ગતિએ ટ્રેડિંગ શરૂ થયું છે અને મિડકેપ શેર્સમાં ઉછાળાને કારણે માર્કેટ ઓપનિંગમાં બજારને સપોર્ટ મળ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં નિફ્ટી બેન્કમાં તળિયેથી લગભગ 450 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે બેંક નિફ્ટી 364 પોઈન્ટના ઉછાળા સાથે 45264 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
આજે બેંક નિફ્ટીમાં સારી ગતિ જોવા મળી રહી છે અને SBI તેની શરૂઆતના ટોપ ગેઇનર્સમાં આગળ હતું પરંતુ માર્કેટ ઓપનિંગની 15 મિનિટ પછી, ICII બેંક બેંક નિફ્ટી શેરોમાં ટોચ પર છે. બેન્ક નિફ્ટીના 12 માંથી માત્ર 4 શેર હાલમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 219.59 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા બાદ 71,292 પર ખુલ્યો હતો. તે જ સમયે, એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 48.25 પોઈન્ટ અથવા 0.22 ટકાના મામૂલી વધારા સાથે 21,664 ના સ્તર પર ખુલ્યો હતો.
શેરબજારની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ 235.38 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 71307 ના સ્તર પર હતો. એનએસઈનો નિફ્ટી 52 અંક એટલે કે 0.24 ટકાના વધારાની સાથે 21668 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બજારમાં દેશની જુદી-જુદી કંપનીઓના IPO આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં IPOની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ મામલે હવે સેબીએ કડક વલણ અપનાવતા દસ્તાવેજોની ચકાસણી માટેના નિયમો વધુ કડક કરવાનો નિર્ણય કર્યો છે. સેબીએ તાજેતરમાં લગભગ 6 કંપનીઓના આઈપીઓ પેપરો ફગાવી દીધા છે. માર્કેટમાં IPOની વધતી સંખ્યાને લઈને સેબી વધુ સતર્ક બની છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
