ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 1 એપ્રિલથી વર્ગ-3ની 5554 જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે. આ પરિક્ષા 19 દિવસ સુધી ચાલશે. 1 એપ્રિલથી શરૂ થનાર વર્ગ-3ની પરીક્ષા 8મી મે સુધી ચાલશે. વર્ગ-3 પરીક્ષા માટે દરરોજ 4 સેશનમાં 32 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે રાજ્યમાં કુલ 5 લાખ 17 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. 100 ગુણની કોમ્પ્યુટર બેઝ પ્રિલીમનરી પરીક્ષા યોજાશે. જો કે વર્ગ-3માં 20 પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ-એ અને ગ્રુપ-બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર 4 શિફ્ટમાં પરીક્ષા લેવાશે. પરીક્ષાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.
પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ
ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-3ની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ જોવા મળશે. એટલે કે પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટેવિ માર્કિંગ ગણવામાં આવશે. 19 દિવસ ચાલનાર આ પરીક્ષામાં કોઈપણ જાહેર રજા અથવા રજાના દિવસોમાં રજા આપવામાં નહિ આવે. 1 એપ્રિલથી શરૂ થનાર પરીક્ષા રામનવમી જેવા તહેવારના દિવસે પણ રજા ના રહેતા સળંગ 19 દિવસ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા આપનાર ઉમેદવારે પોતાનું ઓરીજીનલ ઓળખ કાર્ડ સાથે લાવવાનું રહેશે. તમામ ઉમેદવારોએ પરીક્ષા માટેના સ્થાન પર 15 મિનિટ વહેલા પંહોચવાનું રહેશે. તમામ પરીક્ષાર્થીઓને વર્ગખંડમાં 15 મિનિટ વહેલા પ્રવેશ કરવામાં આવશે.
19 દિવસ ચાલશે પરીક્ષા
19 દિવસ ચાલનાર ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-3ની પરીક્ષા માટે ઉમેદવારો 21 માર્ચથી પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. ઉમેદવાર મહિલાઓ અને દિવ્યાંગોને સુવિધા આપતા પોતાના જિલ્લામાં અથવા તો નજીકના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી શકશે. પરીક્ષામાં કોઈ આચારસંહિતા લાગુ પડશે નહિ તે રાબેતા મુજબ ચાલુ રહેશે. સંભવત ચૂંટણીની તારીખે પરીક્ષા હશે તો એ દિવસે પરીક્ષા રદ કરી અન્ય દિવસોમાં યોજવામાં આવશે. પ્રથમ વખત કોમ્પ્યુટર બેઝ લેવાતી પરીક્ષામાં ઉમેદવાર બંને ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. આથી બંને પરીક્ષા માટે અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું છે.
વેબસાઈટ પરથી જાણો વધુ વિગત
પરીક્ષા માટેની વધુ માહિતી ગૌણ સેવા મંડળની વેબસાઈટ પરથી જાણી શકાશે. 100 ગુણની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા શરૂ થયાના 60 મિનિટમાં પૂર્ણ થશે. અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝન આંસર કી વેબસાઈટ પર મૂકવામાં આવશે. કોઈપણ સમસ્યા અંગે ઉમેદવારે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. વર્ગ-3ની પરીક્ષા આપનાર ઉમેદવારો અત્યારથી જ પ્રાર્થના કરતા હશે કે પેપર લીક થાય નહિ અને ના તો ચૂંટણીનું વિઘ્ન આવે.
આ પણ વાંચો: hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ
આ પણ વાંચો: Kunal Ghosh/નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા કુણાલ ઘોષ પાર્ટી છોડી શકે છે, X પ્રોફાઇલ પર બદલાયો બાયો
આ પણ વાંચો: LPG Price hike/માર્ચ મહિનામાં મોંઘવારીનો માર, ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરમાં કર્યો ભાવ વધારો
આ પણ વાંચો: Delhi high court/દિલ્હી હાઈકોર્ટ “અમે દેશ અને રાજ્યોની સરહદો નક્કી નથી કરતા”, હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલાની કોર્ટે અરજી ફગાવી
