Anant Ambani Radhika Merchant Pre Wedding/ પ્યાર હુઆ, ઈકરારા હુઆ…… નીતા અંબાણી સાથે મુકેશ અંબાણી રોમાન્ટીક ગીત પર કરશે ડાન્સ, રિહર્સલ વીડિયો વાયરલ

આ વીડિયોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો લુક પણ ખાસ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન નીતા સાડી પહેરેલી જોવા મળે છે જ્યારે મુકેશ સૂટમાં જોવા મળે છે. બંને એકસાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને સાથે કેટલીક રોમેન્ટિક પળો વિતાવતા જોવા મળી રહ્યા છે.

Videos

Jamnagar News: અંનત અને રાધિકાના પ્રિ-વેડિગમાં અનેક હસ્તિઓ જોવા મળી છે. પ્રિ-વેડિગ ઈવેન્ટમાં દેશ- વિદેશમાં તમામ સુપરસ્ટાર પર્ફોમન્સ કરવા તૈયાર થઈ ગયા છે. મુકેશ અંબાની સાથે નીતા અંબાની પણ આ દરમિયાન સ્ટેજ પર સ્પેશલ પરફોર્મન્સ કરશે.

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ખુશીનો માહોલ છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ-વેડિંગ ઈવેન્ટ આજે (1 માર્ચ)થી શરૂ થઈ છે અને 3 માર્ચ સુધી ચાલશે.

ત્યારે અંબાણી પરિવારે આ ત્રણ દિવસીય ઇવેન્ટમાં દરરોજ એક અલગ થીમ રાખી છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશન ઈવેન્ટમાં એક પરફોર્મન્સ ખૂબ જ ખાસ હશે. તે બીજું કોઈ નહીં પણ દુલ્હન અને વરરાજાના માતા-પિતા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ સમયગાળા દરમિયાન ખાસ પરફોર્મન્સ આપતા જોવા મળશે. આ ડાન્સના રિહર્સલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ડાન્સ રિહર્સલનો વીડિયો સામે આવ્યો 

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ડાન્સ રિહર્સલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર જોવા મળ્યો છે. આમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પરફોર્મન્સની તૈયારી કરતા જોઈ શકાય છે. રાજ કપૂર અને નરગીસ બંને સુપરહિટ ફિલ્મ ‘શ્રી 420’ ના પ્રખ્યાત ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ પર લિપ-સિંક કરતા અને ડાન્સ કરતા જોઈ શકાય છે. તમને આ વીડિયોમાં બંનેના ચહેરાના હાવભાવ જોવા મળશે.

આ વીડિયોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો લુક પણ ખાસ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન નીતા સાડી પહેરેલી જોવા મળે છે જ્યારે મુકેશ સૂટમાં જોવા મળે છે. બંને એકસાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને સાથે કેટલીક રોમેન્ટિક પળો વિતાવતા જોવા મળી રહ્યા છે.

જામનગરમાં ફિલ્મ સિતોરોનો મેળો યોજાયો

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપનારા સ્ટાર્સની યાદી ઘણી લાંબી છે. આ ફંક્શનમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ વગેરે હાજર રહ્યા હતા. કેટરિના કૈફ, કરણ જોહર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન સહિત મનોરંજન અને રમત જગતની અન્ય ઘણી હસ્તીઓ તેમના પરિવારો સાથે આ ફંક્શનમાં હાજરી આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Bill Gates In Gujarat/ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા, અદ્દભુત ઇજનેરી કૌશલ્ય, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ…

આ પણ વાંચો:પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં

આ પણ વાંચો:જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ