Liquor Caught/ દારૂના પ્રતિબંધ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનો જથ્થો જપ્ત કર્યો

ભાવનગરમાંથી ભડભીડ ટોલનાકા પાસેથી એસએમસીએ દારૂ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું. SMCની ટીમે બાતમીના આધારે દારૂ……….

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાત રાજ્યમાં દારૂના પ્રતિબંધ વચ્ચે વધુ એક વખત રાજ્યના ભાવનગર અને પ્રાંતિજમાંથી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનચાલક અને હેલ્પરને ઝડપી સ્ટેટ મોનિટરિંગ સેલએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાંથી ભડભીડ ટોલનાકા પાસેથી એસએમસીએ દારૂ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું. SMCની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલા ઓક્ઝન ટેન્કરને ભડભીડ ટોલનાકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યું હતું. ટેન્કરની તપાસ કરતા રૂપિયા 33 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ટીમે રેડ પાડી કાર્યવાહી આરંભી છે.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ છે. SMCની ટીમે માહિતીના આધાર પર દારૂની હેરાફેરી કરનાર કારચાલક અને હેલ્પરને રંગે હાથ ઝડપ્યા હતા. કારમાંથી રૂપિયા 1.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર અને દારૂ સહિત રૂપિયા 8.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Accident Death/ રાજ્યમાં અકસ્માતથી જુદા જુદા સ્થળોએ બે લોકોના મોત, CCTV સામે આવ્યા

આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે