Ahmedabad News: ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં બે દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત, દ્વારકા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રમાં ચોમાસાં જેવો ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે – ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે. રાજ્યમાં અત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકતા ખેતી પર અસર થવાની શકયતા છે. નિષ્ણાતનું માનવું છે કે કસમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં રોગ આવવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીનો માહોલ છે ત્યારે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજકોટમાં ભરબપોરે એકાએક માવઠું જોવા મળ્યું છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડુતોના પાકને નુક્સાન થવાની ભીતી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર વગેરે શહેરોમાં વરસાદ પડવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. લગ્નપ્રસંગોમાં માઝા મૂકાઈ જવા પામી છે.
આ પણ વાંચો: Cadila MD Case/ કેડીલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસમાં યુવતી સમરી રીપોર્ટ સામે ઉઠાવી શકે છે વાંધો, કોર્ટ પાસે સમરી રીપોર્ટની માંગી કોપી
આ પણ વાંચો: Gujarat unseasonalrain/ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન
આ પણ વાંચો: Gujrat/નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ
