IPL 2024: IPL પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો છે. પાંચ વખત વિનર MIને શરૂઆથની મેચમાં કોઈ ફાસ્ટ બોલરનો સાથ નહી મળે. આ બીજું કોઈ નહીં, પણ આઈપીએલમાં ઑક્શનમાં 4.6 કરોડમાં ખરીદવામાં આવેલો શ્રીલંકાનો ફાસ્ટ બોલર દિલશાન મધુશંકા છે.
દિલશાન મધુશંકા હેમસ્ટ્રિંગની ઈન્જરી પછી ત્રીજી વનડે આંતરરાષ્ટ્રીય મેચથી બહાર થઈ ગયો છે. તેને સાજા થતા બે મહિના લાગશે. MIની પહેલી મેચ 24 અને બીજી મેચ 27 માર્ચે છે. 7એપ્રિલે સીઝનની ચોથી મેચ છે. હજુ સુધી કોઈ અપડેટ આવ્યા નથી.
MIએ તેને એટલે ખરીદ્યો હતો જેથી જોફ્રા આર્ચરને ટીમે બહાર કાઢી દીધો હતો. તે બે મેચમાં જ ઘાયલ થઈ ગયો હતો. જસપ્રીત બુમરાહને દિવશાન સાથેની જોડીમાં જોવામાં આવે છે. હવે જસપ્રીત બુમરાહને બીજો કોઈ બોલર શોધવો પડશે.
આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક
આ પણ વાંચો:આ વર્ષ જ નહી, ધોની હજી બે-ત્રણ વર્ષ IPL રમે તો આશ્ચર્ય ન પામતાઃ કુંબલે
