patanjali products/ સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ પાઠવી

કોર્ટે કહ્યું કે આવા કિસ્સામાં તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કેમ કરવામાં ન આવે? કોર્ટે ડ્રગ્સ એન્ડ મેજીક રેમેડીઝ એક્ટ………

Top Stories India

New Delhi News: સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (અનાદર કરવા બદલ)નો આદેશ આપ્યો છે. બે અઠવાડિયા પછી તેમને અદાલતમાં હાજર થવાનો નિર્દેશ કર્યો છે. અદાલતે પતંજલિ આયુર્વેદનો કથિત કેસ ભ્રામક જાહેરાતો કરવા બદલ આદેશ આપ્યો છે. સુપ્રીમે પહેલા પણ બાબા રામદેવને નોટિસ પાઠવી ત્રણ અઠવાડિયામાં જવાબ માગ્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમે કંપનીની જાહેરાતો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. IMAએ સુપ્રીમમાં પતંજલિ ભ્રામક માહિતી ફેલાવે છે તે બદલ PIL ફાઈલ કરી હતી.

હકીકતમાં પતંજલિ આયુર્વેદે અદાલતને ખાતરી આપી હતી કે આવું ફરીથી નહીં કરે તેમ છતાં જાહેરાતો છપાઈ હતી. નારાજ જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્ધીન અમાનુલ્લાહની ખંડપીઠે નારજગી દર્શાવતા રામદેવ અને અને આચાર્ય બાલકૃષ્ણ પાસે જવાબ માંગ્યો હતો. જવાબ ન આપતા અદાલતે તેમને કોર્ટમાં હાજર થવાનું કહ્યું હતું અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ની નોટિસ પાઠવી હતી.

Baba Ramdev, the real estate mogul

પતંજલિની જાહેરાતો પર બાબા રામદેવનો ફોટો પણ લાગેલો હતો. તેથી કોર્ટે કહ્યું કે આવા કિસ્સામાં તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કેમ કરવામાં ન આવે? કોર્ટે ડ્રગ્સ એન્ડ મેજીક રેમેડીઝ એક્ટ,1954નું પણ ઉલ્લંઘન કર્યુ છે. આ કાયદાનો સેક્શન 3 બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, આર્થરાઈટીઝ, અસ્થમા જેવા રોગોને જડમૂળથી દૂર કરવાના પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકે છે.

રામદેવના વકીલે જણાવ્યું છે કે રામદેવને આનાથી કોઈ લેવાદેવા નથી. અદાલતે તેમની વાત સાંભળવી જોઈએ. કોર્ટના આદેશ બાદ રામદેવે પ્રેસ કોન્ફ્રરન્સ પણ કરી હતી. તેમણે જવાબ આપવા દો.

અદાલતે સરકારના કાન પકડ્યા

પતંજલિની જાહેરાતો મામલે અદાલતે સરકારને કહ્યું કે તમારો જવાબ ઓન ધ રેકોર્ડ નહોતો. અદાલતને સરકારની જવાબની કોપી મળી નથી. કેન્દ્ર સરકારે તેમનો જવાબ ઓન ધ રેકોર્ડ આપવો પડશે. જો સંતોષકારક જવાબ ના મળ્યો તો આગળ આદેશ આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Animal Attacks/ ભાવનગરમાં દીપડાનો કહેર, 12 ઘેટાને ફાડી ખાધા

આ પણ વાંચો:અમદાવાદ/ બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:C R Patil/ કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે પાટીલનો ધ્રુજારોઃ પક્ષ નીતિનિયમ મુજબ ચાલશે