Parliament election/ લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર, ગુજરાતમાં 11ના નામની જાહેરાત

કોંગ્રેસ હાઇકમાન્ડે ગુરુવારે રાત્રે ગુજરાતની 11 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમા ત્રણ વર્તમાન વિધાનસભ્ય અને ત્રણ ભૂતપૂર્વ વિધાનસભ્યના નામ જાહેર કરીને તેણે બધાને ચોંકાવ્યા છે. આ ઉપરાંત એક ભૂતપૂર્વ સાંસદને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

અમદાવાદઃ કોંગ્રેસ હાઇકમાન્ડે ગુરુવારે રાત્રે ગુજરાતની 11 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમા ત્રણ વર્તમાન વિધાનસભ્ય અને ત્રણ ભૂતપૂર્વ વિધાનસભ્યના નામ જાહેર કરીને તેણે બધાને ચોંકાવ્યા છે. આ ઉપરાંત એક ભૂતપૂર્વ સાંસદને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે.

કોંગ્રેસે સાબરકાંઠા બેઠક પરથી એમએલએ ડો. તુષાર ચૌધરી, પંચમહાલ બેઠક પરથી લુણાવાડાના વિધાનસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જ્યારે આણંદ પરથી અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. હવે કોંગ્રેસે કુલ સાત બેઠકો પર જ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

કોંગ્રેસે ગાંધીનગરની લોકસભા બેઠક પર એઆઇસીસીના સેક્રેટરી ભૂતપૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલને ટિકિટ આપી છે. આ બેઠક પર તેમનો સામનો ભાજપના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સામે થશે. આ ઉપરાંત કોંગ્રેસે પાટણની લોકસભા બેઠક પર ભૂતપૂર્વ વિધાનસભ્ય ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તેઓનો છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પરાભવ થયો હતો.

દાહોદ એસટી બેઠક પર ભૂતપૂર્વ સાંસદ પ્રભાબહેનને ફરી એકવાર ટિકિટ મળી છે. જામનગરમાં જેપી મારવિયા ઉમેદવારી કરશે. તેઓ જામનગર કોંગ્રેસ પ્રમુખ છે. ખેડામાં ભૂતપૂર્વ વિધાનસભાય કાળુસિંહ ચૂંટણી લડવાના છે. તેની સામે છોટાઉદેપુરની એસટી બેઠક પર ભૂતપૂર્વ સાંસદ પ્રભાબેનને ફરી એકવાર ટિકિટ મળી છે. આ ઉપરાંત અમરેલી બેઠક પર જેનીબેન ઠુંમર લડશે. તેઓ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. જ્યારે સુરત બેઠક પર ભૂતપૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણીને ઉતારવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજયા, CM ભજનલાલ શર્માએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો:પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતના કેસમાં બિનશરતી માફી માંગી

આ પણ વાંચો:પાડોશીઓ બારી ખોલીને સંભોગ કરે છે, તેઓને ના પાડવા છતા સાંભળતા નથી, મહિલાએ પોલીસમાં કરી ફરિયાદ