Not Set/ U-19 WC : ભારતે કટ્ટર હરીફ પાક.ને ૨૦૩ રને આપ્યો કારમો પરાજય, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર

ક્રાઈસ્ટચર્ચ, ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંદર – ૧૯ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમે ૨૬૩ રને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલ ખાતે રમાયેલી સેમીફાઈનલ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમો પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૨૭૨ રન ફટકાર્યા હતા. ૨૭૩ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની પૂરી ટીમ ઝડપી બોલર […]

Top Stories

ક્રાઈસ્ટચર્ચ,

ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંદર – ૧૯ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમે ૨૬૩ રને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલ ખાતે રમાયેલી સેમીફાઈનલ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમો પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૨૭૨ રન ફટકાર્યા હતા. ૨૭૩ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની પૂરી ટીમ ઝડપી બોલર ઇશાન પોરેલેના તરખાટ સામે માત્ર ૬૯ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી. રાઈટ આર્મ પેસર ઇશાન પોરેલે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા ૪ વિકેટ ઝડપી હતી. સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમે મેળવેલા જ્વલંત વિજય બાદ હવે તે શનિવારે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

https://twitter.com/ICC/status/958183916547981312

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૨ રન ફટકાર્યા હતા. ભારત તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન શુભમાન ગિલે શાનદાર સદી ફટકારતા ૧૦૨ રન ફટકાર્યા હતા. આ પહેલા ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી . કેપ્ટન પૃથ્વી શો અને મનજોત કાલરાની જોડીએ પ્રથમ વિકેટ માટે ૮૯ રનની ભાગીદારી નોધાવી હતી. ૨૭૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની પૂરી ટીમ માત્ર ૬૯ રનમાં સમેટાઈ ગઈ હતી અને ૨૦૨ રને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. પાકિસ્તાન તરફથી વિકેટકીપર બેટ્સમેન રોહેલ નઝીરે સૌથી વધુ ૧૮ રન ફટકાર્યા હતા જયારે રાઈટ આર્મ પેસર ઇશાન પોરેલે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા ૪ વિકેટ ઝડપી હતી.

કટ્ટર હરીફ પાકિસ્તાન સામેના ઐતિહાસિક વિજય બાદ ભારતીય ટીમે રેકોર્ડ છઠ્ઠી વાર અંડર – ૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ભારતીય ટીમ ત્રણ વાર અંડર – ૧૯ વર્લ્ડકપનો ખિતાબ જીતી ચૂકી છે.