#Accused_of_Attack/ દિલ્હીમાં જાહેર રોડ પર યુવતી પર ચાકૂના હુમલાથી ચકચાર

ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી

Top Stories India

 

Delhi News : દિલ્હીમાં જાહેર રોડ પર એક યુવતી પર ચાકૂના અનેક વાર કરી તેને ગંભીરપણે ઘાયલ કરી નાંખવામાં આવી હતી. આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

દિલ્હીના મુખરજીનગરમાં એક યુવકે યુવતી પર ચાકૂ વડે હુમકો કરી દીધો હતો. આ બનાવમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બનાવ 22 માર્ચના રોજ બન્યો હતો. વિડીયોમાં યુવક યુવતી પર ચાકૂ વડે હુમલો કરતા દેખાઈ રહ્યો છે. હાલમાં યુવતીને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસે આ બનાવમાં અમન નામના આરોપીની ધરપકડ કરી છે. ઘાયલ યુવતી જાફરાબાદની રહેવાસી ચે અને અહીં લાયબ્રેરીમાં વાંચવા માટે આવતી હતી. જ્યારે આરોપી પીજીમાં કુક તરીકે કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપીએ પોલીસને કહ્યું હતું કે યુવતીએ તેની મજાક ઉડાવી હતી આથી તેણે ગુસ્સામાં બાજુમાં ઉબી રહેલી શાકભાજીની લારી પરથી ચાકૂ ઉઠાવીને તેની પર હુમલો કરી દીધો હતો. પોલીસ હાલમાં આરોપીની પુછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….