Gandhinagar News: વિધાનસભા પેટા ચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે તેના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જણાવીએ દઈએ કે, ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે. ભાજપે 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી. જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં ખંભાતથી ચિરાગ પટેલ,પોરબંદર અર્જુન મોઢવાડિયા,વિજાપુરથી સી.જે.ચાવડા,વાઘોડીયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકીટ આપવામાં અવી છે.
![]()
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાનાર છે. જેમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોને લઈ ચર્ચા થશે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને ક્લસ્ટર ઈન્ચાર્જ હાજર રહેશે. સાથે જ સાબરકાંઠાના વિવાદ બાદ ભીખાજી ઠાકોર પણ કમલમ કાર્યાલય ખાતે હાજર રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીને રણીનીતિ અને કામગીરી અંગે ચર્ચા થશે.
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ વિધાનસભા બેઠકો (ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદર) પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીના મતદાનની સાથે જ પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. જો કે, વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠક પર પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર
આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત
