Loksabha Election 2024/ લગ્ન પ્રસંગની ઉજવણીમાં દેખાયો ચૂંટણીનો રંગ, ઉમેદવારોના નામના ગીતા વાગતા લોકો ઝૂમ્યા

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. હાલમાં લગ્નની સિઝન પણ પુરબહારમાં છે. ત્યારે લગ્નની ઉજવણીમાં પણ ચૂંટણીનો રંગ જોવા મળ્યો.

Top Stories Gujarat

ગુજરાત : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. હાલમાં લગ્નની સિઝન પણ પુરબહારમાં છે. ત્યારે લગ્નની ઉજવણીમાં પણ ચૂંટણીનો રંગ જોવા મળ્યો. વાંસદામાં એક લગ્ન પ્રસંગમાં BJPના ઉમેદવારને જીતાડવાના ગીતો વાગ્યા અને આ ગીત પર લોકો બહુ ઝુમ્યા. વાંસદામાં ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલનો પ્રચાર કરતાં લગ્ન પ્રસંગમાં ભાજપના ઝંડા સાથે ગીતો વાગ્યા હતા. ગીતોમાં ગવાતું હતું કે ‘આપણે પિયૂષ પટેલને જીતાડીએ..’ લગ્ન પ્રસંગમાં ચૂંટણીના ઉમેદવારના ગીત વગાડવાનો બનાવ વધુ એક વાંસદામાં બન્યો છે. અન્ય એક લગ્ન પ્રસંગમાં એક જ ચાલે, ધવલભાઈ ચાલેના ગીતના તાલે પણ લોકો ઝૂમ્યા છે.

વાંસદા ઉપરાંત સોનગઢ તાલુકામાં બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના નામના ગીતો લગ્ન પ્રસંગ દરમ્યાન વાગ્યા હતા. સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની ઉમેદવારીને લઈને તેમના વિસ્તારના યુવાનોમાં ક્રેઝ જોવા મળ્યો. લગ્ન પ્રસંગમાં જ્યારે સિદ્ધાર્થ ચૌધરી નામનું ગીત વાગ્યું ત્યારે આદિવાસી સમાજના લોકો મન મૂકીને નાચવા લાગ્યા હતા. સિદ્ધાર્થ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અને સંસદ સભ્ય રહી ચૂકેલા અમરસિંહ ચૌધરીના પુત્ર છે. લોકસભા ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વિવિધ રીતે ચૂંટણીનો પ્રચાર કરવા લાગ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Taiwan Earthquake/તાઈવાનમાં આવેલ ભૂંકપમાં 3થી વધુના મોત, 50થી વધુ ગંભીરપણે ઇજાગ્રસ્ત, રેસ્કયુ ઓપરેશન જારી

આ પણ વાંચો: Taiwan Tabahi/તાઇવાનમાં તબાહી જ તબાહી, જુઓ એક ક્લીકમાં

આ પણ વાંચો:Taiwan Earthquake/તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભીષણ ભૂકંપ, અનેક ઇમારતો ધ્વસ્ત, વીજળી-ઇન્ટરનેટ બ્લેકઆઉટ