ગુજરાત હાઈકોર્ટે ખાનગી શાળાઓને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ખાનગી શાળાઓની ફીના મુદ્દે મહત્વનો નિર્ણય લેતા નફાખોરી કરતી શાળાઓને ફટકો પડ્યો છે. હાઈકોર્ટને ખંડપીઠે સિંગલ જજનો ચુકાદા જાળવી રાખતા ફી રેગ્યુલેટરી કમિટિની અપીલ ના મંજૂર કરી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ નફોકરતી ખાનગી શાળાઓને મોટો ફટકો પડ્યો છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ હવે ખાનગી શાળાઓ નિયમ કરતાં વધુ ફીની વસૂલાત કરી શકશે નહી. સાથે જ ફી રેગ્યુલેશન કમિટી વેરિફિકેશન વગર ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલ દાવાને નકારી શકશે નહી.
ફી રેગ્યુલેશન કમિટી ખાનગી શાળાની કમિટી અને રેન્ટ બાબતોની તપાસ કરી શકે છે પરંતુ ગેરવ્યાજબની ખર્ચને નકારવાની સત્તા નથી. તેમજ ફી રેગ્યુલેશન કમિટી પોતાની જાતે શાળાની લીઝ કે ભાડાની રકમ ઓછી નહી કરી શકે. ખાનગી શાળાઓ નિયમ મુજબ એડમિશન ફી, સત્ર ફી, કરિકયુલમ ફી અને ટયુશન ફીની વસૂલાત કરી શકે છે. પરંતુ વિદ્યાર્થીઓને આપતી વધુ સુવિધાને લઈને કોઈ ફીની વસૂલાત નહી કરી શકે. તેમજ ભવિષ્યમાં શાળામાં થનાર ડેવલમેન્ટને લઈને પણ ફી વસૂલી ના શકે. હાઈકોર્ટના નિર્ણયથી ખાનાગી શાળાઓ પર નિયંત્રણ થશે. તેઓ મિલકતના ઘસારા માટે અલગ કલેમ નહી કરી શકે તેમજ રિઝનેબલ સરપ્લસ માટે ફી ની વસૂલી કરી શકશે નહી.
ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે છે અને તમામને કેટલો પગાર ચૂકવે છે તેની કમિટિ ફક્ત તપાસી કરી શકે છે. આ બાબતે કોઈ નિર્ણય ના લઈ શકે. અર્થાત ફી રેગ્યુલેશન કમિટી શિક્ષકોના પગાર ધોરણ અને ઇન્ક્રીમેન્ટ મામલે રેગ્યુલેટરી કમિટિ કોઈપણ પ્રકારના નકારાત્મક નિર્ણય ના લઈ શકે. ખાનગી શાળાઓએ ફી નિર્ધારિત કરતી વખતે રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને ધ્યાનમાં રાખી ફી માંગી શકે છે.
રાજ્યમાં ખાનગી શાળાઓની વધતી દાદાગીરીને લઈને તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા સુરતમાં સ્કૂલ ફીને લઈને FRC નિયમનું પાલન ના કરનાર 800 શાળાઓને નોટિસ ફટકારી હતી. ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારા માટે દરખાસ્ત કરવાની હોય છે. અને જે શાળાઓ ફીમાં વધારો ના કરે તેમણે એફિડેવિટ કરવાનું હોય છે. દક્ષિણ ગુજરાતની 800થી વધુ ખાનગી સ્કૂલોએ કોઈપણ પ્રકારનું એફિડેવિટ જારી ના કરતાં તંત્ર દ્વારા તેમને નોટીસ ફટકારવામાં આવી. આ નોટિસમાં એફિડેવિટ કે દરખાસ્ત ન કરવા પાછળનું કારણ પુછાયું છે. જેમાં 60 ટકા ખાનગી સ્કૂલોએ નોટિસનો જવાબ આપ્યો છે. જ્યારે 40 ટકાએ હજી સુધી જવાબ આપ્યો ન હતો.
આ પણ વાંચો: mumbai police/ભારતીય નૌસેનાએ 9 સમુદ્રી લુંટારાને ઝડપી લીધા
આ પણ વાંચો: love affair/પતિએ પ્રેમીને ઘરમાં રાખવાનો ઈન્કાર કરતા થાંભલા પર ચઢી ગઈ પત્ની
આ પણ વાંચો: Nitish Kumar/ભાષણના અંતે નીતીશ કુમારે ‘હાથ’ વાળો ડાયલોગ માર્યો, મોદી જોરથી હસી પડ્યા
