Stock Market/ શેરબજારમાં બજાર ખુલતા જ મિશ્ર વલણ, સેન્સેકસમાં ઉછાળો અને નિફ્ટીમાં ઘટાડા સાથે શરૂઆત

ભારતીય શેરબજારની શરૂઆત આજે મિશ્ર કારોબાર સાથે થઈ છે. સેન્સેક્સ ઉછાળા સાથે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો છે.

Top Stories Business

ભારતીય શેરબજારની શરૂઆત આજે મિશ્ર કારોબાર સાથે થઈ છે. સેન્સેક્સ ઉછાળા સાથે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો છે. બજારની શરૂઆતમાં સેન્સેક્સે 74,000ની મહત્વની સપાટી તોડીને 73,946ની નીચી સપાટીને સ્પર્શી લીધી છે. આજે બજારમાં BSE સેન્સેક્સ 59.39 પોઈન્ટના ઉછાળા સાથે 74,287ના સ્તરે ખુલ્યો છે અને NSE નિફ્ટી 28.25 પોઈન્ટ અથવા 0.13 ટકાના ઘટાડા સાથે 22,486 પર ખુલ્યો છે.

સેન્સેક્સ ની સ્થિતિ
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5 શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે અને 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના વધતા શેરોમાં, બજાજ ફિનસર્વ, HDFC, M&M, નેસ્લે, કોટક મહિન્દ્રા બેંક અને પાવર ગ્રીડ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ લીલી ઝડીમાં આવી છે. ઘટી રહેલા સેન્સેક્સ શેરોમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, L&T, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, ટાઇટન અને ICICI બેંક પણ નબળાઇની રેન્જમાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 18 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 32 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના વધતા શેરોમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ટોચના લાભાર્થી છે અને તે 1.84 ટકા વધીને ટ્રેડ કરી રહી છે. SBI લાઇફ 1.27 ટકા અને સિપ્લા 0.66 ટકા ઉપર છે. HDFC બેન્ક 0.64 ટકા અને M&M 0.56 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે.

BSE પર કુલ 3103 શેરનો વેપાર થઈ રહ્યો છે અને 1512 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 1467 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે અને 124 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 167 શેર અપર સર્કિટમાં અને 36 શેર લોઅર સર્કિટમાં છે. 114 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 4 શેરોમાં 52 સપ્તાહની ઊંચી સપાટી જોવા મળી રહી છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ફરી એકવાર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે IPO (ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ) શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ IPO લોન્ચ કરવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે, જેમાં આઈપીઓ લોન્ચ થવાથી લઈને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ 2015માં NSEના કો-લોકેશન સ્કેમ બાદ IPO પ્રક્રિયાને રોકવી પડી હતી. આ કારણોસર નેશનલ સ્ટોક એક્સચેન્જ IPO લોન્ચ કરવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીના નિર્ણય પર આધીન રહે છે. સેબી ઇચ્છે છે કે SSE ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરે તેમજ કોર્પોરેટ ગવર્નન્સના માળખામાં સુધારો કરે અને પહેલા તમામ કાનૂની વિવાદોનું સમાધાન કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: Karti Chidambaram/કાર્તિ ચિદમ્બરમે આજે કયા કેસમાં કોર્ટમાં હાજર થવું પડશે?

આ પણ વાંચો: Loksabha Election 2024-Modi-Churu/રાજસ્થાનના ચુરુમાં પીએમ મોદીની જનસભા: બધી બેઠકો જીતવાનું લક્ષ્યાંક