સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડ વકીલોના વર્તન પર લાલઘૂમ થયા છે. DY ચંદ્રચૂડે વકીલોના વર્તનને ચિંતા જનક ગણાવ્યું. વાસ્તવમાં DY ચંદ્રચૂડે વકીલો દ્વારા પેન્ડીંગ કેસો પર વકીલના વર્તનને લઈને તેમની આકરી ટિકા કરી. તેમણે કહ્યું કે પેન્ડીંગ કેસો અને નિર્ણયો પર વકીલો દ્વારા ટિપ્પણી કરવી ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય. DY ચંદ્રચૂડ વકીલોને ટકોર કરતાં કહ્યું કે એ ના ભૂલવું જોઈએ કે તેઓ સામાન્ય માણસ નથી કોર્ટના અધિકારી છે. ન્યાયાધીશ ચંદ્રચૂડે વકીલો પરની આ ટિપ્પણી નાગપુર હાઈકોર્ટ બાર એસોસિએશનના શતાબ્દી વર્ષની ઉજવણી દરમ્યાન કરી હતી.
નાગપુર હાઈકોર્ટ બાર એસોસિએશનના શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં CJI DY ચંદ્રચૂડ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે વકીલોને સંબોધન કરતાં કહ્યું કે કોર્ટની પ્રતિષ્ઠા બચાવવા માટે એક સંસ્થા તરીકે બાર એસોસિયેશન જરૂરી છે. જે ન્યાયિક સ્વતંત્રતા અને બંધારણીય મૂલ્યોના આધાર પર કાર્ય કરે છે. વધુમાં આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ન્યાયતંત્ર સ્વતંત્રતપણે કામ કરે છે. તે કારોબારી અને નિહિત રાજકીય હિતોથી ઉપર હોય છે. તેમજ ન્યાયતંત્ર બિન-પક્ષપક્ષતાના આધારે નિર્ણય લે છે. બાર એસોસિએશનના અધિકારીઓએ ના ભૂલવું જોઈએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બારની સ્વતંત્રતા વચ્ચે ગાઢ સંબંધ છે.
આ કાર્યક્રમમાં તેમણે એરિસ્ટોટલને યાદ કરતાં કહ્યું કે માણસ એક રાજકીય પ્રાણી છે તેમાં વકીલોનો પણ સમાવેશ થાય છે. પરંતુ વકીલોની નિષ્ઠા વ્યક્તિ અને પક્ષ હિતના બદલે કોર્ટ અને બંધારણ સાથે હોય છે તે ભૂલવું ના જોઈએ. સુપ્રમી કોર્ટના નિર્ણયો સખત કાર્યવાહી અને બંધારણીય સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે કારણ કે એકવાર કોર્ટનો ચુકાદો જાહેર થાય તો તે જાહેર સંપત્તિ થઈ જાય છે અને તેની સમાજ અને લોકો પર અસર પડે છે. આપણે ટિકા અને વખાણ બંનેના સ્વીકાર અને અસ્વીકારથી અલિપ્ત રહેવું જોઈએ. ખાસ કરીને જ્યારે કોર્ટના નિર્ણયો પર વકીલોએ સામાન્ય માણસની જેમ પ્રતિક્રિયા આપવાથી દૂર રહેવું જોઈએ અને ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: Coast Guard/કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પર 27 બાંગ્લાદેશી માછીમારોને બચાવ્યા
આ પણ વાંચોઃ India Canada news/કેનેડીયન ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાને ભારતે ફગાવ્યો, MEA પ્રવક્તાએ કહ્યું ‘હકીકત આનાથી વિપરીત છે’
આ પણ વાંચોઃ IMD forecast/અંગ દઝાડતી ગરમી વચ્ચે કેવું રહેશે ચોમાસું…
આ પણ વાંચોઃ Delhi crime news/દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા, હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતા હાથ ધરી તપાસ
