bhachau Bhuj/ લગ્ન કરવા પ્રેમિકા મૃત્યુ પામી છે એવું દર્શાવવા પ્રેમીએ વૃધ્ધાની હત્યા કરી

હાઈકોર્ટે દેશ ન છોડવાની શરતે યુવતીને આપ્યા જામીન

Top Stories Gujarat

Gujarat News : ભચાઉમાં બનેવા એક અજીબ કેસમાં 2023માં રાજુ નામના પ્રેમી અને પ્રેમિકા રાધિકાને લગ્ન કરવા હતા. સમાજમાં લગ્ન શક્ય ન હોવાથી વૃધ્ધાની હત્યાનું કાવતરૂ ઘડ્યું. બાદમાં એકલા રહેતા 87 વર્ષના વૃધ્ધાની રાજુએ હત્યા કરી નાંખી અને આ લાશ રાધિકાની હોવાનું ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

રાધિકા સાથે લગ્ન કરવા તે સમાજમાં એવું સાબિત કરવા માંગતો હતો કે રાધિકા મરી ચુંકી છે. જોકે પોલીસને બન્નેના કાવતરાની ગંધ આવી ગઈ અને બન્નેની દરપકડ કરતા ઘટસ્ફોટ થયો.

રાધિકાએ હાઈકોર્ટમાં જામીન માટે વકીલ દિલીપ જોષી મારફતે અરજી કરી હતી. જજ એમ.આર.મેંગડેની કોર્ટમાં આ અરજી રજૂ થતા કોર્ટે નોંધ્યું કે કેસની તપાસ પૂર્ણ થઈ ચુકી છે અને ચાર્સીટ પણ ફાઈલ થઈ ગઈ છે. વૃધ્ધાની હત્યા અપજદારની પેર્મી પારાજુએ ગળુ દબાવીને કરી હતી. જેને પગલે હાઈકોર્ટે રાધિકાને 10 હજારના જામીન પર દેશ નહી છોડવા, પાસપોર્ટ જમા કરાવવા જેવી શરતો સાથે જામીન આપ્યા હતા.

 

આ રસપ્રદ કેસની વિગત મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનમાં 87 વર્ષીય જેઠીબેનની હત્યાના આરોપ હેઠળ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. વૃધ્ધના ઘરમાં ઘુસીને આરોપીઓએ તેમની હત્યા કરીને લાશ સુટકેશમાં ભરીને સુટકેશ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મુકી દીધી હતી. આ સુટકેશ પોલીસને લોહી નીતરતી હાલતમાં મળી આવી હતી.

બીજીતરફ વૃધ્ધાના 66 વર્ષીય પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની માતાને 3 પુત્ર અને 6 પુત્રી મળીને કુલ 9 સંતાન હતા. વૃધ્ધાના પતિનું 1978 માં અવસાન થયું હતું. 9 પૈકી ત્રણ સંતાનો પણ ગુજરી ગયા હતા અને બાકીના સંતાનો મુંબઈમાં રહેતા હતા. એકલા રહેતા જેઠીબેનની સારસંભાળ તેમના બે દિકરા રાખતા હતા. માતાની ખબર પુછવા તેઓ મહિને એકવાર ભચાઉ આવતા હતા.

બનાવ પહેલા નવરાત્રીમાં આઠમે તેઓ ભચાઉ આવ્યા હતા. વાતચીત કરવા તેમણે જેટીબેનને એક મોબાઈલ પણ આપ્યો હતો.

3 નવેમ્બર 2023ના રોજ ગામના એક આગેવાને મુબંઈ ફોન કરીને જેઠીબેનના દિકરાને કહ્યું હતું કે તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે અને અંદર જેઠીબેન નતી. જેઠીબેનનો પતો ન લાગતા સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં જેઠીબેનની ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજીતરફ જેઠીબેનના પરિવારજનો મુંબઈથી કારમાં ભચાઉ આવ્યા હતા. તેમણે પોલીસ સ્ટેશન જઈને માતા વિશે પુછપરછ કરી હતી પણ પત્તો લાગ્યો ન હોવાથી એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.

બીજીતરફપોલીસને એક કોમ્પ્લેક્સમાંથી લોહી નીતરતી સુટકેશ મળતા જેઠીબેનના પરિવારને જાણ કરી હતી. સૂટકેશ ખોલતા તેમાં કોહવાયેલી લાશ મળી હતી જે વસ્ત્રોને આધારે પરિવારે જેઠીબેનની લાશ હોવાનું ઓળખી કાઢ્યું હતું. ફરિયાદ પ્રમાણે 3 નવેમ્બર 2023 ના રોજ હત્યારાઓ હત્યા કરીને લાશ લઈ ગયા હતા. જે કોમ્પ્લેક્સમાંથી સુટકેશમાંથી પોલીસને મળી હતી.

પોલીસે તપાસ હાથ ધરીને અંતે રાધિકા અને રાજુને ઝડપી લીધા હતા. હત્યાનો પ્રકા જોઈને પોલીસે આઈપીસીની લકલમ 34 અને 120 (બી) ઉમેરી હતી. રાદિકાએ ભચાઉની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તેણે જમાવ્યું હતું કે તેનો કોઈ દોષ નથી. તે સિવાય તપાસ અધિકારી તેની સામે કોઈ પુરાવા આપી શક્યા નથી સાથે અગાઉ તેણે કોઈ ગુના કર્યા નથી. જેને કારણે તેને જામીન આપવા જોઈએ.

સરકારી વકીલે ઘટનાનો ફોડ પાડતા કોર્ટને કહ્યું કે આઈપીસીની કલમ 302 મુજબ આરોપી સામે ગંભીર દુનો બને છે. બન્ને આરોપી એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા.. પરંતુ સમાજના રિવાજ પ્રમાણે તેઓ લગ્ન કરી શકે તેમ ન હોવાથી તેમણે એક કાવતરૂ ઘડ્યું હતું.

કાવતરા મુજબ રાધિકાનો પ્રેમી જો રાધિકાને મૃત્યુ પામી છે એવું સાબિત કરી દે તો તેઓ સરળતાથી લગ્ન કરીને જીવી શકે તેમં હતું. આથી બન્નેએ એકલા રહેતા જેઠીબેનના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી નાંખી. જેથી લાશ રાધિકાની હોવાનું ખપાવી શકાય. આમ આ કેસમાં રાધિકાની સક્રિય ભૂમિકા હતી. વળી હત્યા બાદ રાજુના પિતાની દુકાને ડેડબોડીને સુંટકેશમાં મુકવામાં આવી હતી.

હાઈકોર્ટે આરોપીને ભલે જામીન આપ્યા પરંતુ અગાઉ ભચાઉની કોર્ટે રાધિકાની જામીન અરજી કોર્ટે નકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપીને જામીન આપવાથી સમાજ પર પડતી અસરો જોઈને નિર્ણય લેવા જોઈએ. તે સિવાય રાધિકા સતત તેના પ્રેમીના સંપર્કમાં રહી હતી. સમાજ માટે આ કેસ આંખ ઉઘાડનારો છે. રાધિકાને જો જામીન આપવામાં આવે તો એકલા રહેતા વૃધ્ધોનો વિશ્વાસ ડગી જાય તેમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના

આ પણ વાંચોઃ Social Problem/સેશન્સ કોર્ટનો અનોખો આદેશઃ માતા બાળકોને ઓનલાઇન જ મળી શકશે