ગુજરાત હવામાન/ રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

ગુરુવારે ઓછામાં ઓછા છ રાજ્યોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, જ્યારે ગુજરાતમાં પણ ગરમીનો આતંક જોવા મળ્યો.

Top Stories Gujarat

ગુજરાત:  ગુરુવારે ઓછામાં ઓછા છ રાજ્યોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, જ્યારે ગુજરાતના પાંચ જિલ્લાઓમાં 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટ 41.7 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ સ્થળ હતું, ત્યારબાદ અમદાવાદ અને સુરેન્દ્રનગર, બંનેમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભુજમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે ભુજનું તાપમાન 41.1 ડિગ્રી અને ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. IMD એ ઉનાળાના મધ્યમાં હવામાન બદલાવાની ચેતવણી જારી કરી છે.

રવિવાર, સોમવાર અને મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. શુક્રવારે પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે, જોકે IMD એ આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.

ઉત્તરાખંડમાં શુક્રવારે પહાડોથી લઈને મેદાની વિસ્તારોમાં ચમકતો તડકો જોવા મળ્યો હતો. જેના કારણે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી પહાડી વિસ્તારોમાં આંશિકથી સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ, દેહરાદૂન, ટિહરી અને અલ્મોડામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને કરા સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલમાં શનિવારથી હવામાન બદલાશે અને ત્રણ દિવસ સુધી વરસાદ અને કરા પડવાની શક્યતા છે.

રાજ્યમાં ગરમીનો કહેર વધતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સવારે અને સાંજે લોકોની ચહલ-પહેલ જોવા મળે છે. પરંતુ બપોરે ધોમધખતા તાપમાં લોકો બહાર નીકળવાનું ટાળતા રસ્તાઓ શૂમશાન દેખાય છે. ગરમીનો પારો 40 ડિગ્રીએ પંહોચતા લોકોના ઘરોમાં A.C. શરૂ થઈ ગયા છે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્વસ્થ્યમાં બેદરકાર ના રહેવાની અપીલ કરતા વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇ-કોમર્સ વેબસાઈટમાં બોર્નવિટા જેવા તમામ પીણાં ‘હેલ્થ ડ્રિંક્સ’ શ્રેણીમાંથી દૂર કરવા સરકારે જારી કરી એડવાઈઝરી

આ પણ વાંચો: ભારતમાં આરોગ્યની સ્થિતિ સુધારવા યોગ્ય વિશ્લેષણ અને પગલા લેવા જરૂરી: લેન્સેટ

આ પણ વાંચો: રાજનાથ છત્તીસગઢમાં અને રાહુલ બસ્તરમાં કરશે ચૂંટણી સભા

આ પણ વાંચો: આજે પીએમ મોદીના જવાબમાં ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની રેલી