BZ Scam/ BZ કૌભાંડમાં ફકત 7 આરોપીઓની 22 હજાર પાનાની ચાર્જશીટ બની, મુખ્ય આરોપી ઝાલા સહિત અન્ય 5 આરોપીઓ વિરુદ્ધ હજુ ચાર્જશીટ બાકી

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં હોર્ડિંગ્સ લાગ્યા, ચોક્કસ કાર્યવાહી કરવામાં ન આવતા સમર્થકો બેફામ બન્યા. BZ કૌભાંડમાં CID ક્રાઇમે 7 આરોપીઓ વિરુદ્ધ 22 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, મુખ્ય આરોપી ઝાલા સહિત અન્ય 5 આરોપીઓ વિરુદ્ધ હજુ ચાર્જશીટ બાકી છે.

Top Stories Gujarat Others Breaking News

BZ Group Scam News : અરવલ્લીમાં BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા છે. મોડાસા ગ્રામ્ય પંથકમાં ભવાનપુર પાટિયા અને લીંભોઈ ગામના પ્રવેશદ્વાર પર ‘WE SUPPORT BZ’ લખાણ સાથેના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, DJ વરઘોડામાં સંચાલક પણ સમર્થનમાં રહેવાનો વીડિયો વાયરલ થયો છે. બે દિવસ પહેલા રિક્ષા પાછળ પણ બેનર જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં ન આવતા સમર્થકો બેફામ બન્યા છે.

BZ કૌભાંડમાં CID ક્રાઇમે 7 આરોપીઓ વિરુદ્ધ 22 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 422.96 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય 5 આરોપીઓ વિરુદ્ધ હજુ ચાર્જશીટ બાકી છે.

ચાર્જશીટમાં આરોપી વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણ અને મયુર દરજીના રોલ વિશે માહિતી આપવામાં આવી છે. CID ક્રાઇમે 655 સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે અને 11183 રોકાણકારોના 422.96 કરોડ રૂપિયાના કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં કુલ 6866 રોકાણકારોને 172 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે.

તમામ આરોપીઓ પૈકી 10 આરોપી BZ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. BZ ફાઇનાન્સની અલગ અલગ જિલ્લામાં 14 જેટલી ઓફિસો હતી. આરોપીઓએ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાના પુરાવા મળ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના બેંક ખાતામાંથી વિશાલસિંહ ઝાલાના બેંક ખાતામાં 19.7 લાખ રૂપિયા જમા થયા હતા. અન્ય આરોપીઓએ પણ લાખો રૂપિયાની લેવડદેવડ કરી હતી અને રોકાણકારોને છેતર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ કૌભાંડના મુખ્ય ગુનેગાર ભુપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો જપ્ત કરવા આદેશ અપાશે

આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! શિક્ષક એજન્ટે 1300 લોકોના રોકાણનો કર્યો ખુલાસો

આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમમાં મેઘરજની ભેમાપુર સ્કૂલના શિક્ષક વી.ડી. પટેલની ધરપકડ