in Ahmedabad city/  સાત વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં યુવકને 20 વર્ષની જેલની સજા

બે વર્ષ અગાઉ પડોશમાં રહેતી બાળકીને વાસનાનો શિકાર બનાવી હતી

Gujarat Ahmedabad

 

Ahmedabad News : સિટી સેસન્સ કોર્ટ સ્થિત સ્પેશિયલ પોક્સો કોર્ટે 25 વર્ષની વયના દિપક પ્રજાપતિને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપીએ તેની પડોશમાં રહેતી સાત વર્ષની બાળકીની છેડતી સાથે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

આ હબનાવની વિગત મુજબ મે 2022માં અમરાઈવાડી પોલીસે દિપક પ્રજાપતિની પડોશમાં રહેતી બાળકી પર બળાત્કાર અને છેડતીના આરોપમાં ધરપકડ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ ભરત પટણીએ 14 સાક્ષીઓ અને 27 જેટલા કેસને લગતા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા હતા.

જેમાં કોર્ટે પર્જાપતિને દોષી ઠેરવીને 20 વર્ષની જેલની સજા કરી હતી. કોર્ટે આરોપીની દયાની અરજી ફગાવી દેતા કહ્યું હતું કે આ પ્રકારના કેસમાં જો દયા દાખવવામાં આવે તો સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ છે. ઉપરાંત આરોપીને આ પ્રકારના ગુના કરવા પ્રોત્સાહન મળે તેમ જણાય છે.

કોર્ટે પિડીતાના માતાપિતાને પણ સલાહ આપી હતી કે સમાજમાં બનતા આવા પ્રકારના ગુના પ્રત્યે આંખ આડા કાન ન કરવા જોઈએ. દરેક માતાપિતાએ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ તેમની બાળકી સાથે આવું કૃત્ય ન કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ વધીને એક લાખ કરોડ રૂપિયાની નજીક