Campaign/ વલસાડના ઉમેદવાર ધવલ પટેલનો સુપર મારીયો ગેમ થકી પ્રચારનો વીડિયો વાયરલ

વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ આગવી શૈલીથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ધવલ પટેલ પ્રચાર માટે સુપર…………………

Top Stories Gujarat

Gujarat : લોકસભાની ચૂંટણી જીતવા લોકો જાતજાતના કિમીયા અપનાવતા હોય છે. ત્યારે વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચારનો એક વીડિયો સામે આવ્યો છે. ઉમેદવાર ધવલ પટેલ સુપર મારીયો ગેમમાં મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે.

વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ આગવી શૈલીથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ધવલ પટેલ પ્રચાર માટે સુપર મારીયો ગેમનો વીડિયો બનાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે, જેમાં બેરોજગારી, નિરક્ષરતા, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા ઘણા મુદ્દાઓ જીત મેળવી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.

આ વીડિયોમાં તેમણે વલસાડના વિકાસની વાત કરી છે, સાથે જ આદિવાસી સમાજને હક-અધિકારની ગેરન્ટી આપી નિરક્ષરતા દૂર કરવાનું વચન આપે છે. તેમણે લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરતી વખતે વલસાડની બેઠક પર પાંચ લાખ કરતાં વધુ વોટની લીડથી વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરકારી કર્મચારીએ લાંચ માટે અપનાવી નવી મોડસ ઓપરેન્ડી

આ પણ વાંચો:દિવ્યાંગ યુવતી સાથે દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવનાર આરોપીની ધરપકડ

આ પણ વાંચો:સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં