રાજકોટઃ ભાજપ (BJP)ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parashottam Rupala) સામે ઊભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ (Paresh Dhanani) જણાવ્યું હતું કે ચૂંટણી સત્તાધીશોનો અહંકાર ઓગાળે છે. ચૂંટણીઓ કેટલાય સત્તાધીશોનો અહંકાર ઓગાળ્યો છે અને ભલભલા મોટા માથાને પ્રજા સમક્ષ નતમસ્તક કરી દીધા છે.
તેમણે જણાવ્યું હતું કે સત્તાના સિંહાસને બેઠેલા લોકોનો અહંકાર આજે સાતમા આકાશને આંબે છે. આ ચૂંટણી સત્તાધીશોનો અહંકાર ઓગાળે છે. ભાજપને જનસંઘની પૃષ્ઠભૂમિ પરથી એકપમ સ્થાનિક તથા લાયક ઉમેદવાર ન મળતા અમરેલીમાંથી એક ઉછીના ઉમેદવારને રાજકોટના માથે મારવામાં આવ્યા છે. ગુજરાતની શાંત અને ભોળી પ્રજાને ભયની દીવાલ વચ્ચે ફસાવીને ગુજરાતને ગુલામ બનાવવાનું ષડયંત્ર શાસકોએ રચ્યું છે.
કોંગ્રેસના ઉમેદવારો લોકોના પ્રશ્નો વિશે બોલતા જણાવ્યું હતું કે આજે દોઢ વર્ષ થયું વિપક્ષ (Opposition) વિહોણી ગુજરાતની વિધાનસભા વાંઝણી છે. અમારા મોઢે તો તમે તાળા માર્યા છે ત્યારે તમને પૂછું છું કે તમે જેને ચૂંટીને મોકલ્યા તેમણે તમારી તકલીફો અંગેવિધાનસભા કે સંસદમાં હરફ સુદ્ધા ઉચ્ચાર્યો છે. કોઈ એક વ્યક્તિ આવીને કહી દે કે અમારી પીડા કે વેદનાને સંસદમાં કે વિધાનસભામાં વાચા આપી છે તો હું રાપાલા સાહેબને બિનહરીફ જાહેર કરી દઉં.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે
