દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશિભવિષ્ય
(તા. ૧૦-૦૫-૨૦૨૪ થી ૧૬-૦૫-૨૦૨૪ સુધી )
મેષ: આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે.
રોકાયેલા કાર્ય પૂર્ણ થશે.
કાર્યમાં બીજાની મદદ મળી શકે છે.
આવક કરતા ખર્ચમાં વધારો રહેશે.
ઉપાય : રાહુ ને પ્રસન્ન કરવા માટે શનિવાર ના દિવસે યજ્ઞ-હવન કરાવો..
વૃષભ: કોઈ કામમાં જલ્દબાજી ન કરવી.
ગુસ્સામાં લીધેલા નિર્ણય મુશ્કેલીમાં નાખી શકે છે.
રોકાયેલા કામ પૂરા થશે જેનાથી માનસિક શાંતિ મળશે.
પત્ની કે ભાગીદારથી લાભ થવાની શક્યતા છે.
ઉપાય : દરરોજ ૧૦૮ વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો..
મિથુન: નોકરીયાત લોકોને આગળ વધવાનો અવસર મળશે.
શત્રુ કે પ્રતિસ્પર્ધી વધારે સક્રિય રહેશે.
કામમાં બેદરકારી ન કરવી.
સ્વાસ્થયનો ખાસ ધ્યાન રાખો..
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો..
કર્ક : આર્થિક પ્રગતિ કે આવકના નવા અવસર મળશે.
અચાનક કોઈ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે.
મહત્વપૂર્ણ કાર્ય ન કરો.
અઠવાડિયાનું અંતિમ ભાગ શુભ રહેશે.
ઉપાય : સોમવાર ના દિવસે વૃદ્ધ સ્ત્રી ને દહીં ભાત નું દાન કરો..
સિંહ :જમીન- મકાન અને પ્રોપર્ટીમાં શુભ ફળ મળશે.
નોકરી-ધંધામાં આવક થશે.
સામાજિક જીવનમાં તમારું માન-સન્માન વધશે.
અઠવાડિયાનાં મધ્ય ભાગમાં નાની-મોટી તકલીફ થશે.
ઉપાય : દરરોજ ૪૪ વાર ‘ઓમ માંડ્ય નમઃ’ મંત્ર નો જાપ કરો.
કન્યા : મગજમાં નકારાત્મક વિચારો આવે.
તમારા વિશ્વાસનો લાભ લઈને નુકસાન પહોંચાડી શકે.
પ્રેમ સંબંધમાં મોટો વિવાદ ઊભો થઇ શકે છે.
માનસિક તાણ તમને પરેશાન કરશે.
ઉપાય : દરરોજ ૪૧ વાર ‘ઓમ બુધાય નમઃ’ મંત્ર નો જાપ કરો..
તુલા :કમિશન કામ દ્વારા તમને મોટો ફાયદો મળશે.
પ્રેમમાં ધાર્યા કરતા ઓછા સારા પરિણામ મળે.
વેપારીઓને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કોઈ મોટો નિર્ણય લેવો પડે.
તમારા નિજી જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.
વૃશ્ચિક : તમે ધંધામાં સારો નફો મેળવી શકો.
ઉતાવળમાં, પૈસાથી સંબંધિત કોઈ નિર્ણય ન લો.
તમારા જ્ઞાનમાં વધારો થશે.
વિદ્યાર્થીઓને ઓછી મહેનત સારા પરિણામ પ્રાપ્ત થશે.
ઉપાય : દરરોજ ૨૭ વાર ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો..
ધન : આ અઠવાડિયે નિયમિત કસરત કરી શકો.
કોઈ નવી યોજના કે નવા કરાર મેળવી શકો.
તમારા દસ્તાવેજો વરિષ્ઠ અધિકારીઓને આપવાનું ટાળવું.
ઉતાવળથી નિર્ણય લેવાનું ટાળો.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને ભાત નું દાન કરો..
મકર : નાણાંનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ..
પ્રેમ, મિત્રતામાં સારી વૃદ્ધિની સંભાવના છે.
પરિવાર માટે સારા સમાચાર મળી શકે.
તમારા માનસિક તાણથી પણ રાહત મેળવી શકશો.
ઉપાય : દરરોજ ૪૪ વાર ‘ઓમ શનેશ્વરાય નમઃ’ મંત્ર નો જાપ કરો..
કુંભ : લાંબી અંતરની યાત્રાઓ લેવાનું ટાળવું પડશે.
અઠવાડિયે કોઈ લેણદાર તમારા દરવાજા પર આવી શકે છે.
કુટુંબમાં નવા મહેમાનનું આગમન થઇ શકે.
પરિવારના સભ્યો સાથે દલીલ કરવાનું ટાળો..
ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.
મીન : બિન જરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે.
અન્ય લોકો પાસેથી વધુ અપેક્ષા કરવાનું ટાળો..
ઉચ્ચ અધિકારીઓ તરફથી સંપૂર્ણ પ્રશંસા અને ટેકો મળશે.
માતાપિતાનો સહયોગ મળશે..
ઉપાય : દરરોજ લિંગાષ્ટકમ નો પાઠ કરો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!
આ પણ વાંચો:
