Gandhinagar News/ રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓ માટે મિલકતો જાહેર કરવાની તારીખ લંબાવાઈ

રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સરકારે મોટી રાહત આપી છે. તેમના માટે મિલકતો જાહેર કરવાની તારીખ લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના સારથિ પોર્ટલ પર વર્ષ 2023ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની વિગતો ભરવાનો સમય લંબાવવામાં આવ્યો છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  રાજ્ય સરકારના (Gujarat Government) વર્ગ-3ના કર્મચારીઓને સરકારે મોટી રાહત આપી છે. તેમના માટે મિલકતો (Property) જાહેર કરવાની તારીખ લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના સારથિ પોર્ટલ પર વર્ષ 2023ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની વિગતો ભરવાનો સમય લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 28મી ફેબ્રુઆરીએ કરેલા નિર્ણયનો અમલ કરવા કર્મચારીઓને સૂચના આપી છે. રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓએ હવે વર્તમાન નાણાકીય વર્ષથી પોતાની મિલકત સંબંધિત વિગતો જાહેર કરવી પડશે.

રાજ્ય સરકારના સારથિ પોર્ટલ પર વર્ષ 2023ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની વિગતો ભરવાનો સમય લંબાવવામાં આવ્યો છે. અગાઉ 15 મે સુધી કામગીરી પૂરી કરવાનો સમય લંબાવવામાં આવ્યો હતો. હવે વર્ગ 3ના કર્મચારીઓ માટે સમયમર્યાદા લંબાવીને 15 જુલાઈ કરવામાં આવી છે. હવે તેઓ વર્ષ 2023 સુધીની મિલકતો સારથિ પોર્ટલ પર ભરી શકશે.

રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓની મિલકત સંબંધિત વિગતો સામાન્ય રીતે તેમના વિભાગ દ્વારા નિયમિત રીતે દસ્તાવેજીકરણ કરવું જરૂરી છે. ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે આ માહિતી જાહેર કરવામાં આવે છે. તે કર્મચારીઓના નિવેદનના આધારે કરાય છે.

આ દસ્તાવેજીકરણનો મુખ્ય હેતુ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને અટકાવવાનો અને પારદર્શકતા જાળવવાનો છે. આ દસ્તાવેજીકરણમાં નીચેની વિગતો સામેલ હોઈ શકે છે. કર્મચારીની સંપત્તિની માહિતી જેવી કે જમીન, મકાનનો સમાવેશ થાય છે. બેન્ક ખાતાની વિગતોનો સમાવેશ થાય છે. રોકાણ અને સંગ્રહની માહિતી આપવાની હોય છે. કોઈપણ આર્થિક દેવુ અથવા લોનનો સમાવેશ થાય છે. આ વિગતો અનિવાર્ય રીતે રાજ્ય સરકારના નિયામક વિભાગને દર વર્ષે સુપ્રદ કરવી પડતી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી મહિલા પર લાગ્યો કરોડો રૂ.ની છેતરપિંડીનો કેસ, પૂછતાછમાં ખુલી શકે છે અનેક…

આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન

આ પણ વાંચો: અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન, વેકેશન દરમિયાન કરશે 20 ટ્રીપ, જાણો ટાઈમ ટેબલ