Education/ શૈક્ષણિક સંસ્થામાં ફાયરસેફ્ટી ફરજીયાત, હાઇકોર્ટના આદેશનો અમલ પરંતુ…

ગુજરાતની શૈક્ષણિકસંસ્થામાં ફાયરસેફ્ટી ફરજીયાત, હાઇકોર્ટના આદેશનો અમલ પરંતુ…

Gujarat Others Trending
  • શાળાને ફાયરસેફ્ટી એનઓસી માટે ગાંધીનગર જવું પડે છે
  • એનઓસી હેતુ સ્થાનિકસ્તરે વ્યવસ્થા ગોઠવવા રજૂઆત
  • શાળા સંચલકોએ સરકાર સમક્ષ કરી રજૂઆત
  • પ્રથમ મજલા સુધી અગ્નિશમન યંત્રોને પૂરતા ગણવા માંગ
  • સ્થાનિકસ્તરે સુવિધા થાય તો સંચાલકોને પણ અનુકૂળ રહેશે

@અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ , અમદાવાદ.   

ગુજરાતમાં શૈક્ષણિકસંસ્થામાં ફાયરસેફ્ટી અંગે એનઓસી મેળવવા ગાંધીનગર શહેરી વિકાસ વિભાગની મંજૂરી લેવાનો નિર્ણય રાજ્યસરકારે કર્યો છે. શૈક્ષણિકસંસ્થાના સંચાલક દ્વારા આ નિર્ણય અઁગે સરકારને ફેરવિચારણા કરી સ્થાનિકસ્તરે એનઓસી માટે નિર્ણય લેવાની સત્તા આપવા રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સલામતી હેતુ અને અગ્નિશમન જેવી દુર્ઘટના નિવારવા શૈક્ષણિકસંસ્થામાં ફાયરસેફ્ટી ફરજીયાત કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટ આપ્યો છે. શાળાસંચાલક મંડળ દ્વારા હાઇકોર્ટના આદેશને આદર આપી આવકાર આપવામાં આવ્યો છે.

હાઇકોર્ટના આદેશનો રાજ્યસરકારે અમલ કર્યો છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિકસંસ્થાને ફાયરસેફ્ટીની સુવિધા અંગેનું પ્રમાણપત્ર મેળવવા ગાંધીનગર શહેરીવિકાસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે, સરકારની આ પ્રકારની સૂચનાના પગલે સંચાલકોએ એનઓસી મેળવવા હેતુ ગાંધીનગર સુધી જવાની સૂચના અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. સંચાલકમંડળના જણાવ્યા મુજબ ગાંધીનગર થી એનઓસી મેળવવા જવાના કારણે સમય વધુ પસાર થાય પરિણામે સંસ્થા દ્વારા અમલીકરણમાં વિલંબ થઇ શકે છે. આ સમસ્યા નિવારવા ગ્રામપંચાયત – નગરપાલિકા કે મહાનગરપાલિકાને આ અંગેની સત્તા આપવી જોઇએ.

સ્થાનિકસ્તરે સત્તા અપાતાં સમયનો બચાવ થશે અને ફાયરસેફ્ટી કામગીરી પણ ઝડપથી થઇ શકશે. આ ઉપરાંત પ્રથમ મજલા સુધી ફાયરસેફટી હેતુ અગ્નિશમન સાધનો વસાવવા  યોગ્ય ગણવા જોઇએ. આ હેતુ ફાયરસેફ્ટી પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ નહીં રાખવા પણ સરકાર સમક્ષ રજૂઆત થઇ છે.  સંચાલકોએ કરેલી રજૂઆત બાદ સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવની આશા સંચાલકો રાખી રહ્યાં છે. સરકાર સંચાલક અને શાળાના હિતમાં નિર્ણય અંગે ફેરવિચારણા કરશે…?