Jamnagar News/ જામનગરમાં મોરકંડા ગામે ખેડૂત પાસેથી લાંચ લેતા રંગે હાથ ધરપકડ

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં ખેડૂતોને પોતાના ૭-૧૨ અને હક પત્રક સહિતના દાખલાઓ કાઢવા માટે 150ની લાંચ લેવા અંગે વીસીઇને જામનગરની એસીબી શાખાએ રંગે હાથ ઝડપી લીધો છે, અને તેની સામે લાંચ-રુશ્વત ધારા ભંગ બદલ કેસ કરવામાં આવ્યો છે.

Gujarat Others Breaking News

@સાગર સંઘાણી

Jamnagar News: જામનગર (Jamnagar) તાલુકાના મોરકંડા (Morkanda) ગામમાં ખેડૂતોને (Farmers) પોતાના ૭-૧૨ અને હક પત્રક સહિતના દાખલાઓ કાઢવા માટે 150ની લાંચ લેવા અંગે વીસીઇને જામનગરની એસીબી શાખાએ રંગે હાથ ઝડપી લીધો છે, અને તેની સામે લાંચ-રુશ્વત ધારા ભંગ બદલ કેસ કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામના વી.સી.ઇ. નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ (કોમ્પ્યુટર ઓપરેટર) કે જેના દ્વારા ખાતેદાર ખેડૂતોને ૭-૧૨ ના ઉતારા, હક પત્રક સહિતના દાખલા કોમ્પ્યુટર મારફતે કાઢવા માટેનું કામ ગ્રામ પંચાયત દ્વારા નિમણૂક કરીને સોપાયું છે.  કર્મચારી દ્વારા પ્રત્યેક ખેડૂતોને દાખલા કઢાવવા માટે વધારાની રકમની માંગણી કરવામાં આવે છે, તેવી ફરિયાદ જામનગર એ.સી.બી. શાખાને મળી હતી.

આ બાબતને ધ્યાનમાં રાખીને આજે મોરકંડા ગામમાં એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન વીસીઇ (કોમ્પ્યુટર ઓપરેટર) નવીનચંદ્ર નકુમ કે જે એક ખેડૂત પાસેથી દાખલા ની વધારાની 150ની રકમ લાંચ સ્વરૂપે સ્વીકારવા જતાં એસીબી ની ટુકડીએ તેને રંગે હાથ ઝડપી લીધો છે. ખાતેદાર ખેડૂત દ્વારા જામનગર એ.સી.બી. નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ખેડૂતને પાવડરવાળી 150 રૂપિયાની વધુ નોટો અપાઇ હતી, જે નોટ સ્વીકારતાં વીસીઇને ઝડપી લેવાયા છે. જેને એ.સી.બી. કચેરીએ લઈ ગયા પછી તેની સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AMTSને બસોમાં સપ્લાયમાં વિલંબ, સપ્લાયરો સામે આકરા પગલાંની માંગ

આ પણ વાંચો: RTOમાં ફરી સારથિ સર્વરના ધાંધિયા, બે દિવસ માટે લાઇસન્સની કામગીરી બંધ

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં