દિલ્હી
આધાર ફરજિયાત કરવાના કાયદાને એક નવો પડકાર મળ્યો છે. શનિવારના રોજ રિઝર્વ બેન્કે જણાવ્યુ હતું કે, બેન્ક અકાઉન્ટ્સને આધાર સાથે સિંક કરવું પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ અંતર્ગત ફરજિયાત છે. રીઝર્વ બેંકના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.સુપ્રિમ કોર્ટમાં એક પીટીશન કરીને બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક કરવાના નિર્ણયને રાઇટ ટુ પ્રાઇવેસી હેઠળ પડકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં આધાર વિરુદ્ધ અનેક અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર હજી અંતિમ ચુકાદો આવવાનો બાકી છે.
સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડના લીંકેજને લઇને એક નવી પિટિશન કલ્યાણી મેનન સેને દાખલ કરી છે. કલ્યાણી મેનન પાછલા 25 વર્ષોથી મહિલાઓને પ્રશ્નો પર કામ કરી રહી છે. કલ્યાણીએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં સર્ક્લુલરને પણ પડકાર આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશના દરેક નાગરિકે પોતાના મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવો જરુરી છે. કલ્યાણી મેનનું કહેવું છે કે, આ બન્ને નિર્ણયોથી લોકોના રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ થાય છે અને તે ગેરબંધારણીય છે.
કલ્યાણી મેનન સેને તેના એડવોકેટ વિપિન નાયરે પીટીશનમાં જણાવ્યું છે કે આધારકાર્ડ કઢાવતી સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ સ્વૈચ્છિક પ્રક્રિયા છે.તેમ છતાં પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ કાયદા અંતર્ગત નિયમોમાં સુધારો કરીને બેન્ક ખાતા સાથે આધાર જોડવાનો નિર્ણય તે સરકારે આપેલા વચનનું ઉલ્લંઘન છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે બાયોમેટ્રિક્સનો ભાગ બનવું સ્વૈચ્છિક હશે.
કલ્યાણીની પિટિશન પર આવતા અઠવાડિયે સુનાવણી થઈ શકે છે.
