colambo News : ગુજરાતના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર 19 મેના રોજ ચાર આઈએસ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. જે શ્રીલંકાથી અહીં પહોંચ્યા હતા. હવે શ્રીલંકા પોલીસે તેના હેંડલરની ધરપકડ કરી છે.
શ્રીલંકાની પોલીસે પ્રતિબંધિત ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે કથિત સંબંધઘોને પગલે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરેલા ચાર શ્રીલંકાના નાગરિકોના શંકાસ્પદ હેંડલરની ધરપકડ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ કોલંબોમાં ક્રાઈમ બ્રાંચે ગેરાર્ડ પુષ્પરાજા ઉસ્માનની દરપકડ કરી હતી. શ્રીલંકાની પોલીસે તેની ધરપકડ માટે મદદરૂપ સાબિત થયેલી વિસ્વાસપુર્વકની માહિતી આપનારાને 20 લાખ રૂપિયા રોકડા ઈનામની ઘોષણા કરી હતી.
ગુજરાત એટીએસે આઈએસઆઈએસ સાથે સંબંધ રાખવાના આરોપમાં ચાર શ્રીલંકન નાગરિકોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આ શખ્સો ઈન્ડીગો ફ્લાઈટમાં શ્રીલંકાની રાજધાની કોલંબોથી 19 મેના રોજ ચેન્નાઈ પહોંચ્યા હતા. શ્રીલંકાના સુરક્ષા દળોને શંકા છે કે 46 વર્ષીય શંકાસ્પદ ઉસ્માન આ ચાર શ્રીલંકન નાગરિકોનો આકા (હેંડલર) છે.શ્રીલંકાના અધિકારીઓએ ગુજરાતમાં ધરપકડ કરેલા ચાર શ્રીલંકન નાગરિકો વિરૂધ્ધ તપાસ માટે ગયા મહિને એક ઉચ્ચસત્રીય અભિયાન શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસ સાથે સંબધ રાખનારા ચાર શ્રીલંકન નાગરિકને ઝડપી લીધા હતા. જેમાં મોહમંમદ નુસરત, મોહમ્મદ ફારૂક, મોહમ્મદ નફરાન અને મોહમ્મદ રાસદીનનો સમાવેશ થાય છે.
આ આરોપીઓએ કબૂલાત પણ કરી હતી કે તેમનો સંબંધ આતંકવાદી સંગઠ્ઠન નોસનલ તૌહીદ જમાત સાથે છે. બાદમાં તેઓ પાકિસ્તાની આતંકવાદી અબુ બકરઅલ બગદાદીના સંપર્કમાં આવ્યા હતા અને બાધમાં આઈએસમાં સામેલ થઈ ગયા હતા. તેમને આતંકવાદી કૃત્ય માટે મોકલવામાં આવ્યા હતા અને તેના માટે મોમોટી રકમ પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો:રશિયાના રાષ્ટ્રપતિએ તેમના ઉત્તરાધિકારીની પસંદગી કોના પર ઉતારી?
આ પણ વાંચો:ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર, આંચકો મળ્યા બાદ ટ્રમ્પે શું કહ્યું?
આ પણ વાંચો:જાદૂગરે રાતોરાત આબેહૂબ શહેર બનાવ્યું, જર્મન સૈનિકો ઈજીપ્ત સમજી ફાયરિંગ કરવા લાગ્યા!!!
