Banaskantha/ બનાસકાંઠામાં સગીરાનું અપહરણ થતા ચકચાર

પરિવારજનોએ નોંધાવી પોલીસ ફરિયાદ

Top Stories Gujarat

Banaskantha News : બનાસકાંઠામાં એક સગીરાનું કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કરતા ચકચારમચી ગઈ છે.  સગીરા તેની દાદીને ગરે પાણી પીવડાવવા ગઈ ત્યારે તેનું કોઈએ અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વઘુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં સગીરાનું પહરણ થયું હતું.  આ સગીર દિકરી તેના કાકાના ઘરે ગઈ હતી. કાકાના ગરે તેની દાદીને પાણી પીવડાવવા ગઈ ત્યારે અપહરણનો આ બનાવ બન્યો હતો. સગીરા અચાનક ગૂમ થઈ જતા તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા. તેમણે અડોશ પડોશ અને અન્ય પરિવારજનોને ત્યાં તેની તપાસ કરી હતી. પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો.

અંતે સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના