Rajkot News : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં રાજકોટ શહેરના બે પીઆઈ વી.આર.પટેલ અને એન.આઈ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજીતરફ અગાઉ ફરજ બજાવી ચુકેલા બે પીઆઈ જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાના નિવેદન લેવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારબાદ વધુ બે પીઆઈના નામ પર શંકાની સોય તંકાઈ છે. તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
જેમાં હાલના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ હરિપરા અને અગાઉ 2023માં લાયસન્સ રિન્યુ સમયે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ મેહુલ ગોંડલિયા સામે કાર્યવાહી થઈ શકે છે. ગોંડલિયા હાલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગેમ ઝોનમાં આગ લાગી તેના બીજા દિવસે તપાસ દરમિયાન ટીઆરપી ગેમ ઝોનની ઓફિસમાંતી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. તે સમયે મિડીયાએ આ બાબતે પ્રશ્નો પુછતા પીઆઈ હરિપરા ઉશ્કેરાઈ ગયા હતા. તે સમયે તેમણે કાર્યવાહી કરાશે, એમ કહ્યું હતું.
પરંતુ હાલમાં તેમની સામે કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હરિપરાએ 1 માર્ચ 2024નાં રોજ ધવલ કોર્પોરેશનના સંચાલક ધવલ ઠક્કરની હાજરીમાં જ આ ગેમઝોનનું લાયસન્સ રિન્યુ કરી આપ્યું હતું. તેમછતા તેમની સામે કોઈ પગલા લાવાયા નથી. જ્યારે લાયસન્સ રિન્યુ કરી આપનારા વી.આર.પટેલને સસપેન્ડ કરી દેવાયા છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ
આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી
