Gautam Gambhir/ બોલરો માટે આક્રમક ગણાતા ગંભીરને કોણે કર્યો હતો ‘ક્લિન બોલ્ડ’

ગૌતમ ગંભીર અને નતાશા જૈનના સંબંધમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. મુલાકાતો…..

Trending Sports

Sports: એક વખત હતો, જ્યારે કેકેઆરના મેન્ટર ગૌતમ ગંભીરની આક્રમક બેટિંગથી બોલરો હેરાન રહેતા હતા. બોલરો માટે ગંભીરને પિચથી પાછો મોકલવો સરળ નહતો. પરંતુ ભારતીય ક્રિકેટની ટીમના પૂર્ ઓપનર ગૌતમ ગંભીરને નતાશા જૈને ક્લિન બોલ્ડ કરી દીધો હતો.

ગૌતમ ગંભીર અને નતાશા જૈનના સંબંધમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. મુલાકાતો થી અતૂટ સમર્પણ સુધીની કહાની છે બંનેની.

Married For 6 Years, Love Story Of Gautam Gambhir And Natasha Gambhir

ગૌતમ અને નતાશા બંને બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. બંને શરૂઆતમાં સારા મિત્રો હતા. વર્ષો બાદ દોસ્તી પ્રેમમાં બદલાઈ. બાદમાં માતાપિતાની સહમતિ લઈ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન પહેલા ગંભીરે એક શરત મૂકી હતી કે, વર્લ્ડ કપ પછી જ લગ્ન કરશે. 2011માં 19 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી રમાયો હતો. ગંભીરે વર્લ્ડ કપ જીત્યા બાદ 29 ઓક્ટોબર 2011માં લગ્ન કરી લીધા હતા. ગૌતમ અને નતાશાને 2 પુત્રી છે. આજીન અને અનાઈઝા.

Gautam Gambhir And His Wife

સગાઈના 1 વર્ષ બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેનો પરિવાર 30 વર્ષથી એકબીજાને ઓળખતો હતો. નતાશા જાણતી હતી કે ગંભીર ફેમસ ક્રિકેટર છે. આ વિચાર તેને ચિંતામાં મૂકી દેતો હતો. કારણ કે, તેને પ્રસિદ્ધિ અને અટેન્શનની આધત નહોતી. તેને ક્રિકેટમાં જ રસ નહોતો. પરંતુ ગંભીરના સહજ સ્વભાવના કારણે તે આકર્ષિત થઈ હતી અને જીવન સાથી બનાવવાનો નિર્ણય લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ સુરક્ષામાં મોટી ચૂક, રોહિતને મળવા ઘૂસી આવ્યો…

આ પણ વાંચો: KKR સ્ટાર વેંકટેશ ઐય્યર થયો ‘ક્લીન બોલ્ડ’, લગ્નનાં તાંતણે બંધાયો