New Delhi: IPL 2024ની ફાઈનલમાં હૈદરાબાદ વિરૂદ્ધ શાનદાર અડધી સદીની ઇનિંગ રમીને કોલકાતા નાઇટ રાઇડર્સને ચેમ્પિયન બનાવનાર આ બેટ્સમેને બીજી ઇનિંગની શરૂઆત કરી છે. વેંકટેશ અય્યરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેણે શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી હતી. ભારતીય ટીમ માટે રમી ચુકેલા આ વિસ્ફોટક બેટ્સમેને આ સિઝનમાં KKR માટે ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સનો વેંકટેશ અય્યર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. પોતાના જીવનની નવી ઇનિંગ શ્રુતિ રઘુનાથન સાથે શરૂ કરી હતી. શ્રુતિ બેંગ્લોરમાં લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરે છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંને વચ્ચે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. મળતી માહિતી મુજબ વેંકટેશની પત્ની શ્રુતિએ ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી છે.
Venkatesh Iyer gets married to Shruti Raghunathan. ❤️
Wishing a happy married life to both of them! 🌟🎊@venkateshiyer #VenkateshIyer pic.twitter.com/oUpSFCOZyA
— Saabir Zafar (@Saabir_Saabu01) June 2, 2024
શ્રુતિ સાથે વેંકટેશની સગાઈ નવેમ્બરમાં થઈ હતી. આજે 2 જૂનના રોજ, તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વેંકટેશે નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં શ્રુતિ સાથે લગ્ન કર્યા છે.

વેંકટેશ IPLમાં ચમક્યો
ડોમેસ્ટિક ક્રિકેટમાં તાકાત બતાવનાર વેંકટેશ ઐયર IPL 2021માં ચમક્યો છે. KKR માટે ઘણા રન બનાવ્યા બાદ તેને ટીમ ઈન્ડિયામાં પણ જગ્યા મળી. વેંકટેશ અય્યરે નવેમ્બર 2021માં જયપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. જાન્યુઆરી 2022માં તેને દક્ષિણ આફ્રિકા સામે વનડે રમવાની તક મળી. ભારત માટે, તેણે 2 ODIમાં કુલ 24 રન અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 133 રન બનાવ્યા.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ સુરક્ષામાં મોટી ચૂક, રોહિતને મળવા ઘૂસી આવ્યો…
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની ટીમના આ ખેલાડી પર મૂકાયો પ્રતિબંધ, જાણો શું છે કારણ
આ પણ વાંચો: ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ યજમાન અમેરિકાને લઈને ICCને કરી ફરિયાદ
