આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ, લગભગ થોડા થોડા દિવસે દારૂનો જથ્થો ઝડપાવા કિસ્સાઓ બનતા હોય છે અને તેમની ધરપકડના બનાવો લગભગ દરરોજ બને છે.ત્યારે અત્યારે યુવતીઓને પણ દારૂની લત લાગી છે.જી હા…મોટા શહેરોમાં હવે યુવતીઓ પણ નશાના રવાડે ચઢી ગઈ છે. જેના કારણે અકસ્માત અને ઝગડાઓના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે આવીજ એક ઘટના રાજકોટમાં બની છે જ્યાં યુવતીએ યુવતીએ પોતાની જ એક્ટીવાને આગ લગાવી દીધી છે. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ મહિલાઓની ગરીમા જાળવીને તેમની ધરપકડ ન કરવાને બદલે ચેતવણી આપીને છોડી દેવામાં આવે છે.પરંતુ રાજકોટમાં રાજકોટમાં દારૂના નશામાં યુવતીએ એવો કાંડ કર્યો છે જેને સાંભળીને તમે અચરજ પામશો.
ત્યારે રાજકોટ શહેરમાં યુવતીએ દારૂ પીને ધમાલ કરી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. દારૂના નશામાં ધુત યુવતીએ પોતાની જ એક્ટીવા સળગાવી દીધી હતી. આપને જણાવી દઈએ આ ઘટના રાજકોટના સયાજી હોટલ આવાસ યોજના ક્વાટર્સની છે.
મળતી માહિતી મુજબ, આ વિડીયો રાજકોટના સયાજી હોટલ આવાસ યોજના ક્વાટર્સ નો છે. નશામાં ધુત યુવતીએ પોતાનું જ એકટીવા સળગાવી ત્યારે અહીંથી પસાર થતા લોકો બે ઘડી માટે જોતા જ રહી ગયા હતા.
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ
આ પણ વાંચો:જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત
