Not Set/ સુરતમાં દોઢ માસની બાળકીનું રસી આપ્યા બાદ મોત

સુરતમાં દોઢ માસની બાળકીને રસી આપ્યા બાદ મોત થયું છે. તેને ત્રણ રસી પવામાં આવ્યા પછી 19 કલાક બાદ મોત થયું હતું. શંકાસ્પદ મોતના લીધે બાળકીનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બાળકીને રસી આપવામાં આવ્યા બાદ નાકમાંથી લોહી નીકળતા હોસ્પિટલ લઈ જવાઈ હતી.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં દોઢ માસની બાળકીને રસી આપ્યા બાદ મોત થયું છે. તેને ત્રણ રસી પવામાં આવ્યા પછી 19 કલાક બાદ મોત થયું હતું. શંકાસ્પદ મોતના લીધે બાળકીનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બાળકીને રસી આપવામાં આવ્યા બાદ નાકમાંથી લોહી નીકળતા હોસ્પિટલ લઈ જવાઈ હતી.

હોસ્પિટલમાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થયા પછી મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. બાળકીના મોતના પગલે કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું છે. સુરતની આંગણવાડીમાં બાળકીને રસી અપાઈ હતી. તેના પછી તેનું મોત થતા તેના જેવી જ રસી બીજા બાળકોને આપવામાં આવી છે તો તેના પર પણ તેની શું અસર થઈ છે તેની ચકાસણીમાં તંત્ર લાગી ગયું છે.

આ ઉપરાંત આ રસી ઓરિજિનલ છે કે નહી અને રસી ખરીદવામાં ભ્રષ્ટાચાર થયો છે અથવા રસી બનાવટી છે કે નહીં તે બધી જ બાબતોને પોલીસ ચકાસી રહી છે. આ ઉપરાંત જે રસીથી બાળકીનું મોત થયું તેના અંગેવધુને વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે અને તે રસીને લઈને ડોક્ટરોના મંતવ્ય મેળવવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આ મુદ્દે કોઈ મોટું આશ્ચર્ય સર્જાય તો પણ નવાઈ પામવા જેવું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ કરી તોડ