Ahmedabad News/ અમદાવાદમાં એસપી રિંગ રોડ પર દાસ્તાન, નિકોલ અને તપોવન જંકશન 45 દિવસ સુધી બંધ

એસપી રિંગ રોડ પરના દાસ્તાન, નિકોલ અને તપોવન જંકશન મંગળવારથી આગામી 45 દિવસ સુધી લોકો માટે બંધ રહેશે. તપોવન સર્કલ ખાતે ફ્લાયઓવરનું કામ શરૂ થાય તે પહેલા સર્વિસ રોડ બનાવવામાં આવશે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: એસપી રિંગ રોડ પરના દાસ્તાન, નિકોલ અને તપોવન જંકશન મંગળવારથી આગામી 45 દિવસ સુધી લોકો માટે બંધ રહેશે. તપોવન સર્કલ ખાતે ફ્લાયઓવરનું કામ શરૂ થાય તે પહેલા સર્વિસ રોડ બનાવવામાં આવશે. સત્તાવાળાઓએ ટ્રાફિકના સુચારૂ પ્રવાહ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

ઉલ્લેખનીય છે કે દાસ્તાન, નિકોલ અને તપોવન જંકશન પર ઓવરબ્રિજનું કામ શરૂ થવાનું છે. આ ત્રણેય બ્રિજનું કામ એકસાથે હાથ ધરવામાં આવનાર છે. પણ આ ઓવરબ્રિજનું કામ શરૂ કરતાં પૂર્વે સર્વિસ રોડ બનાવવામાં આવનારા છે. આ સર્વિસ રોડ પણ પાછા સિમેન્ટના બનાવવામાં આવનારા છે. તેથી તેમા વધુ સમય લાગે તેમ છે. તેના લીધે આગામી 45 દિવસ સુધી આ ત્રણેય જંકશન બંધ કરવામાં આવનારા છે. આના લીધે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આમ અમદાવાદીઓએ આગામી 45 દિવસ સુધી ટ્રાફિક જામના સ્વરૂપમાં વિકાસની કિંમત ચૂકવવી પડશે.  દાસ્તાન, નિકોલ અને તપોવન જંકશન પરથી પસાર થતાં વાહનચાલકોએ હાડમારી વેઠવાની આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

આ પણ વાંચો: ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ