Ahmedabad News: થોડા દિવસો અગાઉ અમદાવાદ શહેરમાં ગેરકાયદે વૃક્ષો કાપવા બદલ AMC દ્વારા ચિત્રા પબ્લિક સિટી અને ઝવેરી એન્ડ કંપનીને રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ પોલીસને બે-બે એજન્સીઓ વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી તેમ છતાં પોલીસે FIR નોંધી નથી. પોલીસે CCTV ફૂટેજ આપ્યા હતા તેમ છતાં શહેર પોલીસ હજું કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે.
કેટલાક લોભી માણસોની લાલચનું પરિણામ નિર્દોષોએ ભોગવવું પડતું હોય છે, એ જ રીતે એ જ લોભી માણસ પોતાના ફાયદા માટે પ્રકૃતિનો પણ વિનાશ કરવામાં પાછીપાની નથી કરતો. આવું જ થોડા દિવસો અગાઉ અમદાવાદ શહેરમાં બનાવ બન્યો હતો. પોતાની કંપનીની જાહેરાતોના હોર્ડિંગ્સ દેખાય તે માટે ચિત્રા પબ્લિક સિટી અને ઝવેરી એન્ડ કંપનીએ સરેઆમ 566 વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું. પર્યાવરણ પ્રેમીઓનો રોષ જોતાં અમદાવાદ શહેરના કમિશ્નર એક્શનમાં આવ્યા હતા.
કમિશ્નરે બંને કંપનીઓને રૂપિયા 50 લાખ દીઠ દંડ ફટકાર્યો હતો. 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે. એટલું જ નહીં, એએમસીએ પોલીસને કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી હતી. CCTV ફૂટેજ આપ્યા હતા, તેમ છતાં શહેર પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી શા માટે નથી કરાઈ? એએમસીએ પોલીસને ફરિયાદ દાખલ કરવા સૂચના આપી હતી, તેમ છતાં કંપની વિરૂદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે પોલીસ શું કંપનીઓને છાવરી રહી છે? પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આટલી ઉદાસીન કેમ છે?
ગુજરાતમાં ભારતના વન કાયદા પ્રમાણે વૃક્ષ કાપવાની સજા વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. જંગલનું વૃક્ષ કાપવામાં આવે તો મુદ્દામાલ જપ્ત કરી તેટલી રકમનો દંડ ફટકારવામાં આવે છે. કોર્ટકેસ કરીને છ માસની કેદ પણ થઇ શકે છે. જયારે મહેસૂલી વિસ્તારનું વૃક્ષ હોય તો તેમાં માત્ર દંડની જોગવાઇ છે. રિઝર્વ ટ્રી માટે માલિકીનું વૃક્ષ પરમિશન વિના કાપવામાં આવે તો ગુનો દાખલ કરીને રોયલ્ટી વસૂલ કરવામાં આવે છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ
