Baroda/ છેલ્લા 3 વર્ષના એન.એ.ના હુકમો સહિત જમીનને લગતા કેસો ફરીથી ખોલવાની માંગણી

વડોદરાના MLA એ કલેક્ટરને પત્ર લખીને રિપોર્ટ 7 દિવસમાં જાહેર કરવાની ભલામણ કરી

Top Stories Gujarat Vadodara

Vadodra News : ગુજરાતમાં જમીનોના થઈ રહેલા કૌભાંડોની નવાઈ નથી. દરમિયાન વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરાના કલ્કેટરને પત્ર લખીને છેલ્લા 3 વર્ષમાં થયેલા એન.એ.ના હુકમો, નવી શરતમાં પ્રિમીયમના હુકમો, બિન ખેડૂતને ખેડૂત ગણી જમીનના હુકમો , સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને આપી કરેલા હુકમો જેવા કેસોની ચકાસણી કરવાની માંગણી કરી છે. તેમણે આ કેસોની ચકાસણી બાદ તેને રિઓપન  કરવા તથા તેનો રિપોર્ટ સાત દિવસમાં જાહેર કરવાની માંગણી પણ કરી છે.

ધારાસભ્ય યોગેશ પટેલે પત્રમાં જણાવ્યું છે કે વડોદરાના દૈનિકસમાચારોમાં ખેડૂતો, બિલ્ડરો ઉપરાંત અનેક નાગરિકોની તેમને ફરિયાદો મળી છે. તેમણે આ બબતે કલેક્ટરને પોતે ધ્યાન દોકતા હોવાનું ણાવ્યું છે.

જેમાં તેમણે કહંયું છે કે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એન.એ. ના હુકમો, પ્રિમીયમ વાળી દજમીનોના હુકમો ઉપકરાંત બિન ખેડૂતોને ખેંડૂત ગણી ખેડૂતોના લાભો તમજ કરોડો રૂપિયાની  સરકારી જમીનો લાગતા વળગતા પાસેથી કરોડો રૂપિયા લઈને સરકારી જમીનો આપેલી છે. આ પ્રકારની ફરિયાદો પોતાના ધ્યાનમાં આવી હોવાનું ધારાસભ્યએ પત્રમાં જણાવ્.યું ચે.

પત્રમાં તેમણે કહ્યું છે કે આ તમામ બાબતોને લઈને આવા હુકમોની ચકાસણી કરીને ગેરકાયદેસર રીતે મહેસૂલ કાયદાઓનું અર્થઘટન ખોટુ કરીને સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થયેલું છે. આવા અધિકારીઓને ખુલ્લા પાડીને તેમની પર ફોજદારી કેસો થાય તે માટે તેઓ આ પત્ર લખી રહ્યા છે. માટે આવા કેસોની ચકાસણી કરી તેને રિઓપન કરવા તથા તેનો રિપોર્ટ સાત દિવસમાં જાહેર કરવાની ભલામણ છે, એમ તેમણે પત્રમાં જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ