Turkey News: તુર્કીમાં ભારતીય રાજદૂતના આકસ્મિક નિધનથી દિલ્હીમાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય વિદેશ મંત્રાલયે તુર્કી દૂતાવાસમાં રાજદૂત વીરેન્દ્ર પૌલના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વીરેન્દ્ર પોલ એક સમર્પિત અધિકારી હતા. તેમને તેમના અસાધારણ માનવીય ગુણો અને પ્રભાવશાળી વ્યાવસાયિક યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. ભારતીય વિદેશ મંત્રાલય આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારની સાથે છે.
We are deeply saddened at the untimely demise of Ambassador Virander Paul, India’s envoy to Türkiye.
A dedicated officer, he will always be remembered for his exceptional human qualities and impactful professional contribution.
Our heartfelt condolences to his family. Team…
— Randhir Jaiswal (@MEAIndia) June 21, 2024
રાજદૂતના મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ભારતીય વિદેશ મંત્રાલય સતત તુર્કીના સંપર્કમાં છે. 1991 બેચના IFS અધિકારી વીરેન્દ્ર પૌલને જુલાઈ 2022માં તુર્કીમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તુર્કિયેમાં આવેલા ભૂકંપ દરમિયાન તેમણે ત્યાંના લોકોને મદદ કરવા માટે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તુર્કી પહેલા તેઓ કેન્યામાં ભારતના હાઈ કમિશનર પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: હિન્દુજા પરિવારના ચાર સભ્યોને નોકરોનું શોષણ કરવા બદલ સાડા ચાર વર્ષની જેલની સજા
આ પણ વાંચો: કુરાનનું અપમાન કરનારની પોલીસ સ્ટેશનની સામે થઈ કરપીણ હત્યા
આ પણ વાંચો: આ વર્ષે હજ યાત્રા દરમિયાન 68 ભારતીય નાગરિકોના મોત, કુલ મૃત્યુઆંક 600ને પાર
આ પણ વાંચો: ખેતરમાં ઘૂસી આવ્યા ઊંટ, જમીનદારો ભડક્યા… દુબઈથી કૃત્રિમ પગ મંગાવ્યો
